સંધ્યા દેવનાથન બની મેટાની નવી ઈન્ડીયા હેડ, જાણો તેના વિશે આ મોટી વાતો

Share this story

Sandhya Devanathan Becomes Meta’s New India Head

  • ફેસબુકની મૂળ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને પોતાના ભારતીય બિઝનેસના નવા પ્રમુખ નિયુક્ત કર્યા છે. દેવનાથનને 20 વર્ષનો અનુભવ છે અને તેના લીધે તેમને આ મોટી પોસ્ટ ઓફર કરવામાં આવી છે.

અજીત મોહનના (Ajit Mohan) ઈન્ડીયા હેડના (India Head) રૂપમાં મેટામાંથી રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ જ સોશિયલ મીડિયાની (Social media) લીડિંગ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને (Sandhya Devanathan) મેટાના ઈન્ડીયા હેડ પસંદ કર્યા છે. મેટા ફેસબુક, ઈસ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક છે.

ઈન્ડીયા હેડના રૂપમાં તેમનું સ્વાગત કરતાં મેટાના મુખ્ય બિઝનેસ ઓફિસર્સ માર્ને લેવાઈને એક નિવેદનમાં કહ્યું કે તેમને ‘ભારતમાં મેટાની નિરંતર વૃદ્ધિ’ ના રૂપમાં સંધ્યા દેવનાથનનું સ્વાગત કરતાં ખુશી થઈ રહી છે.

તેમણે કહ્યું કે ”મને ભારત માટે અમારા નવા નેતાના રૂપમાં સંધ્યાનું સ્વાગત કરતાં ખુશી થઇ રહી છે. સંધ્યાના વ્યવસાયોને વધારવા, અસાધારણ અને સમાવેશી ટીમોનું નિર્માણ કરવા, ઉત્પાદનમાં ઈનોવેશન અને મજબૂત ભાગીદારી બનાવવાનો એક જૂનો ટ્રેક રેકોર્ડ છે. અમે તેમના નેતૃત્વમાં મેટાની નિરંતર વૃદ્ધિને લઇને ઉત્સાહિત છીએ.”

તમને જણાવી દઈએ કે દેવનાથન 22 વર્ષોનો અનુભવ અને બેકિંગ, પેમેન્ટ અને ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરી ચૂકી છે અને એક ગ્લોબલ બિઝનેસ લીડર છે. તેમણે વર્ષ 2000 માં દિલ્હી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એમબીએ પુરૂ કર્યું. જેમ કે તેમના લિંક્ડઇન પ્રોફાઈલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-