તારક મહેતા… શોમાં મહત્વની ભૂમિકા ભજવતા કલાકાર ઈજાગ્રસ્ત, શૂટિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા

Share this story

Tarak Mehta… Actor playing an important role

  • “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર છે. શોમાં મહત્વનું પાત્ર ભજવતા કલાકારને શૂટિંગ સમયે અકસ્માત નડતા ઈજાગ્રસ્ત થયા છે. જાણો કેવી છે તેમની તબિયત ?

નાના પડદાના મોટા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ (Tarak Mehta Ka Ulta Chashma) ના લાખો ચાહકો છે. શોના દરેક પાત્ર દર્શકોના હ્રદય પર રાજ કરે છે. જેઠાલાલ, દયાબેન, ચંપકચાચા, બબીતાજી, હાથીભાઈ, ભીડે, ટપુ (Jethalal, Dayaben, Champakchacha, Babitaji, Hatibhai, Bhide, Tapu) વગેરે કલાકાર ઘરે ઘરે ગૂંજે છે. આવામાં આ શોના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે.

શુટિંગ રદ થયું :

મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના ચંપક ચાચાને ડોક્ટરે બેડ રેસ્ટ માટે કહ્યું છે. જેઠાલાલાના પિતા ચંપક ચાચાની ભૂમિકા ભજવતા કલાકાર અમિત ભટ્ટને સેટ પર ઈજા થઈ છે. આવામાં તેઓ શૂટિંગ કરી શકે તેમ નથી. એવું કહેવાઈ રહ્યું છે કે અમિત ભટ્ટે એક સીનના શૂટિંગ દરમિયાન ભાગવાનું હતું. ભાગતા ભાગતા તેઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા.

સેટ પર ઈજાગ્રસ્ત :

અમિત ભટ્ટે સીનના શૂટિંગ દરમિયાન જેવું સંતુલન ગુમાવ્યું તેઓ ઘડામ દઈને જમીન પર પડી ગયા. પડી જવાથી તેમને ઘણી ઈજા થઈ. શૂટિંગમાંથી હાલ તેમને બ્રેક અપાયો છે. આવામાં ડોક્ટર્સે તેમને આરામ કરવાની સલાહ આપી છે. ટીમ મેમ્બર્સ તેમની ઈજાને લઈને પરેશાન છે. આવામાં બધા તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

શોને પૂરા થયા 14 વર્ષ :

શો વિશે જણાવીએ તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ શો ટીવીનો સૌથી લાંબા સમયથી ચાલનારો શો બની ચૂક્યો છે. જેઠાલાલથી લઈને ચંપક ચાચા અને દયાબેન…દરેક પાત્ર ફેન્સને ખુબ પસંદ આવે છે. હાલમાં જ 14 વર્ષની લાંબી સફર પૂરી કર્યા બાદ આખી ટીમે કેક કાપીને સેલિબ્રિટ કર્યું હતું.

આ પણ વાંચો :-