The BJP-AAP party played a game on one seat each
- ગુજરાતની બે બેઠકો પરથી ડમી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભર્યા વિનાના રહ્યાં. કારણ કે એકમાં ડમી ઉમેદવાર સમયસર ન પહોંચ્યા તો બીજામાં AAPએ મેન્ડેટ ન આપ્યો.
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ચૂંટણીના બીજા તબક્કાની ઉમેદવારી ફોર્મ (Nomination form) ભરવાની ગઇ કાલે (17 નવેમ્બર) છેલ્લી તારીખ હતી. જ્યારે આજે ફોર્મની ચકાસણી કરાશે અને 21મી તારીખે ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. ત્યારે રાજ્યમાં ભાજપ અને AAP એમ બંને પાર્ટીના ઉમેદવારો સાથે બે અલગ-અલગ બેઠકો પર દાવ થઇ ગયો હતો.
બે કલાક સુધી ન પહોંચતા ડમી ઉમેદવાર ફોર્મ ભરવાથી બાકાત :
જેમાં વાત કરીએ વડોદરાની (Vadodara) સયાજીગંજ બેઠકની (Sayajiganj seat) તો આ બેઠક પરથી ભાજપ ઉમેદવારનું ડમી ફોર્મ ન ભરી શકાયું. કેયુર રોકડિયાના (Keyur Rokadiya) ડમી ઉમેદવાર સમયસર ન પહોંચી શકતા એટલે કે ડમી ઉમેદવાર બે કલાક સુધી ન પહોંચતા તેઓનું ઉમેદવારી ફોર્મ ભરવાનું બાકી રહી ગયું.
મહત્વનું છે કે ડમી ઉમેદવારને હાજર રાખવાની જવાબદારી સંગઠનની હતી. સંગઠને ટ્રાફિક જામમાં ડમી ઉમેદવાર ફસાયા હોવાનું બહાનું આગળ ધર્યુ હતું. પૂર્વ કાઉન્સિલર બિપીન પટેલને ડમી ઉમેદવારી તરીકે ફોર્મ ભરવાનું હતું.
AAPએ મેન્ડેટ ન આપતા ડમી ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી :
તો બીજી બાજુ સુરતમાં AAPના ડમી ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. સુરતની પૂર્વ બેઠક પરથી સલીમ મુલતાનીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. AAPએ ડમી ઉમેદવાર સલીમ મુલતાનીને મેન્ડેટ પણ આપ્યો ન હતો. ત્યારે અંતે સલીમ મૂલતાનીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું.
તમને જણાવી દઈએ કે સુરત પૂર્વની બેઠક પરથી કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આથી આ બેઠક પરથી સલીમ મૂલતાનીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંતુ AAPએ ડમી ઉમેદવાર સલીમ મુલતાનીને મેન્ડેટ ન આપતા તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. ત્યારે હવે 16માંથી 15 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાશે.
વધુમાં તમને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીમાં ગુરુવારે સુરતમાં વધુ 29 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં સુરતમાં હવે 168 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 અને મજુરામાં સૌથી ઓછા 4 ઉમેદવારો છે. શહેરમાં સૌથી વધુ પરપ્રાંતિય મતદારો ધરાવતી લિંબાયત બેઠક પર 44માંથી 31 મુસ્લિમ અને 13 હિંદુ ઉમેદવારો છે.
આ પણ વાંચો :-