You have also written with this pen
- 90ના દાયકામાં સ્થાપિત થયેલ રોટોમેક ગ્લોબલ કંપની પર 750 કરોડ રૂપિયાની કથિત બેંક છેતરપિંડીનો આરોપ લાગ્યો છે.
‘લિખ્તે લખતે પ્યાર હો જાયે…’ નાનપણમાં તમે પણ ટીવી પર આ જાહેરાત જોઈ હશે અને જે પેન (Pen) માટે આ જાહેરાત બનાવવામાં આવી હતી તે પેનથી લખ્યું પણ હશે. આ જાહેરાત હતી Rotomac Penની. જણાવી દઈએ કે આ પેન બનાવતી કંપની પર 750 કરોડ રૂપિયાની કથિત બેંક છેતરપિંડીનો (Alleged bank fraud) આરોપ લાગ્યો છે. 90ના દાયકામાં સ્થાપિત થયેલ આ રોટોમેક ગ્લોબલ પર લાગેલ એ છેતરપિંડીનો મામલો ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) સાથે સંબંધિત છે.
રોટોમેક પર કુલ આટલું દેવું છે :
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ રોટોમેક ગ્લોબલ અને તેના ડિરેક્ટર્સ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે અને મળતા અહેવાલ મુજબ પેન નિર્માતાએ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની સાત બેંકોના કન્સોર્ટિયમને કુલ 2,919 કરોડનું દેવું છે. જણાવી દઈએ કે દેવાની કિલ રકમમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો હિસ્સો 23 ટકા છે.
આ બેંક દ્વારા સીબીઆઈને મળેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે કંપની માટે 28 જૂન, 2012ના રોજ 500 કરોડ રૂપિયાની નોન-ફંડ આધારિત ક્રેડિટ લિમિટ મંજૂર કરવામાં આવી હતી અને 30 જૂન, 2016 ના રોજ 750.54 કરોડના લેણાંમાં ડિફોલ્ટ થયા બાદ એકાઉન્ટને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું.
દસ્તાવેજો પરથી હેરાફેરીનો પર્દાફાશ :
સીબીઆઈને કરેલ ફરિયાદમાં IOBએ જણાવ્યું હતું કે રોટોમેક ગ્લોબલની વિદેશી વ્યાપાર જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેન્કે તેને રૂ. 743.63 કરોડના 11 લેટર ઓફ ક્રેડિટ (LCs) જારી કર્યા હતા. સાથે એક રિપોર્ટ અનુસાર જાણકારી મળી છે કે બેંક દ્વારા કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટમાં દસ્તાવેજો સાથે કથિત રીતે છેડછાડ કરવામાં આવી હતી.
આ સિવાય ઓડિટમાં સેલ્સકોન્ટ્રાક્ટ, લેડીંગના બીલ અને સંબંધિત યાત્રાઓમાં પણ ગેરરીતિઓ મળી આવી છે. ઉપરાંત IOBનું એવું કહેવામાં આવ્યું હતું કે કુલ 92 ટકા એટલે કે રૂ. 26,143 કરોડ એક જ માલિક અને જૂથના ચાર પક્ષોને વેચવામાં આવ્યા હતા.
ખોટી રીતે કમાયા 750 કરોડ :
રોટોમેકે ઈન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ પક્ષોનો મુખ્ય સપ્લાયર રોટોમેક ગ્રુપ છે. જ્યારે આ પક્ષો વતી ખરીદનાર બંજ ગ્રુપ હતું અને રોટોમેક ગ્રૂપને ઉત્પાદનો વેચતા મુખ્ય વિક્રેતા પણ બંજ ગ્રુપ હતું. કંપની પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું હતું કે રોટોમેક ગ્લોબલે કથિત રીતે બેંક સાથે છેતરપિંડી કરી છે અને પૈસાની હેરાફેરી કરતાં કંપનીએ ખોટી રીતે રૂ. 750.54 કરોડનો નફો મેળવ્યો હતો. જે હજુ સુધી વસૂલ કરી શકાયો નથી.
જણાવી દઈએ કે સીબીઆઈએ કાનપુર સ્થિત રોટોમેક ગ્લોબલ તેના ડાયરેક્ટરર્સ સાધના કોઠારી અને રાહુલ કોઠારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ સાથે ગુનાહિત કાવતરું (120-બી) અને છેતરપિંડી (420) સંબંધિત IPC કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો :-