પાકિસ્તાનમાં ગંભીર અકસ્માત : વાન ખીણમાં ખાબકતા 12 બાળકો સહિત 20ના મોત, 10થી વધુ ઘાયલ

Share this story

Serious accident in Pakistan

  • પેસેન્જર વાન ખાડીમાં પડતાં અંદાજિત 20 લોકોનાં મોત થયાં અને 13 લોકો ઘાયલ થયા, મૃતકોમાં 6 છોકરાઓ અને 6 છોકરીઓનો સમાવેશ.

પાકિસ્તાનમાં (Pakistan) એક મોટા રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. ઈન્ડસ (સિંધુ) હાઇવે (Indus (Indus) Highway) પર સેહવાન ટોલ પ્લાઝા (Sehwan Toll Plaza) પાસે પેસેન્જર વાન (Passenger van) ખાડીમાં પડતાં અંદાજિત 20 લોકોનાં મોત થયાં અને 13 લોકો ઘાયલ થયા છે.

જાનહાનિની ​​પુષ્ટિ કરતા અબ્દુલ્લા શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ડૉ. મોઇન સિદ્દીકીએ જણાવ્યું હતું કે મૃતકોમાં આઠ મહિલાઓ અને 12 બાળકો, 10 થી 15 વર્ષની વયના છ છોકરાઓ અને છ છોકરીઓનો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ 13 લોકો ઘાયલ થયા છે. જેમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ખેરપુરના દાઉદ ફુલપોટો ગામના રહેવાસી હતા. પાકિસ્તાનમાં એંડ્સ (સિંધુ) હાઇવે પર સેહવાન ટોલ પ્લાઝા પાસે થયેલા અકસ્માતમાં 20 લોકોના મોતથી શોકનો માહોલ વ્યાપી ગયો છે.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પૂરના પાણીના નિકાલ માટે ઈન્ડસ હાઇવે પર કટ કરવામાં આવ્યા હતા. પરંતુ બે મહિના પછી પણ ખાડો ભરી શકાયો નથી. જેના કારણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.

આ તરફ ASP સેહવામ ઈમરાન કુરેશીએ જણાવ્યું કે પેસેન્જર વાન ખૈરપુરથી સેહવાનમાં સૂફી સંત લાલ શાહબાઝ કલંદરની દરગાહ તરફ જઈ રહી હતી. જે અકસ્માતનો ભોગ બની અને વાહન ખાડામાં પડી ગયું.

મૃતદેહો અને ઘાયલોને અબ્દુલ્લા શાહ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સેહવાનમાં ખસેડવામાં આવ્યા છે. એસએસપી કુરેશીના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો :-