The leaflet circulating among the voters
- ઉમેદવારના બદલે ભાજપ તરફથી મત માંગવામાં આવતા મતદારોમાં પણ આ બાબત ચર્ચાનો વિષય.
રાજય વિધાનસભાની ચૂંટણી માટે પાંચ ડીસેમ્બરના રોજ યોજાનારા મતદાન સંદર્ભમાં જમાલપુર-ખાડિયા (Jamalpur-Khadia) વિધાનસભાના મતદારો વચ્ચે ભાજપ તરફથી મતદારોમાં (Voters) પત્રિકા ફરતી કરવામા આવી છે. ભાજપ તરફથી મતદારોમાં વહેંચવામાં આવી રહેલી પત્રિકામાં પક્ષ તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર ઉમેદવારનું (Candidate) નામ મુકવાના બદલે માત્ર ભાજપના નામે મત આપવાનું આવાહન કરવામા આવતા મતદારોમા પણ આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.
જમાલપુર-ખાડિયાની વિધાનસભા બેઠક-૫૨ માટે પાંચ ડીસેમ્બરને સોમવારે મતદાન યોજાવા જઈ રહયુ છે.આ બેઠક માટે ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારીપત્ર પણ ભરી દેવામાં આવ્યુ છે. દરમિયાન મતદારોને ભાજપ તરફથી વિધાનસભા ચૂંટણીના મતદાન સંદર્ભમા એક પત્રિકા વહેંચવામા આવી રહી છે. આ પત્રિકામાં વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના મુખ્યમંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના ઉપરના ભાગમાં ફોટા નીચે એમનો પરિશ્રમ,આપણો ભરોસો એવુ લખાણ લખવામાં આવ્યું છે.
વચ્ચેના ભાગમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્ય તથા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને તેમના પુત્રના ફોટા વચ્ચે ભરોસાની ભાજપ સરકાર તથા પક્ષનું કમળનું નિશાન છાપવામા આવ્યુ છે. ત્રીજા ફોલ્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જમાલપુર-ખાડિયા વિધાનસભાના ઉમેદવાર અને તેની બિલકુલ નીચેના ભાગમાં ઉમેદવારના નામના સ્થાને ભારતીય જનતા પાર્ટીનું નિશાન અને બટન એમ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આપનો કિંમતી અને પવિત્ર મત આપી જંગી બહુમતીથી વિજયી બનાવો જેવું લખાણ પણ પત્રિકામાં છાપવામાં આવ્યુ છે.
પરંતુ પત્રિકામાં કયાંય ઉમેદવારના નામનો ઉલ્લેખ કરવામા આવ્યો નથી. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સમયે જ ખાડિયા વિધાનસભામા કાર્યકરો અને લોકોમાં વડાપ્રધાનને ઉદ્દેશીને મોદી તુઝસે વેર નહીં પર તોડબાજો કી ખેર નહીં એ પ્રકારનુ સૂત્ર વાઈરલ થવા પામ્યું હતું. આ બાબતની ભાજપ નેતાગીરીએ ગંભીર નોંધ લઈ ઉમેદવારને બદલે ભાજપ માટે જ મત માંગવા પત્રિકા તૈયાર કરી હોવાની મતદારોમા ચર્ચા સાંભળવા મળી રહી છે.
આ પણ વાંચો :-
- પાકિસ્તાનમાં ગંભીર અકસ્માત : વાન ખીણમાં ખાબકતા 12 બાળકો સહિત 20ના મોત, 10થી વધુ ઘાયલ
- સુરતમાં આજે ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર ! ભાજપના 8 દિગ્ગજ સ્ટાર પ્રચારકો જાહેર સભા ગજવશે