Hide the private data in your mobile in this way
- તમે હાઈડ કરેલી એપને સરળતાથી યુઝ કરી શકો છો. જ્યારે પણ તમને હાઈડ એપને યુઝ કરવાની હોય તો તમે એપ માટે સેટ કરેલા પાસવર્ડને પોતાના ફોનમાં નાખી ડાયલ પેડમાં એન્ટર કરી શકો છો.
હવે ટેક્નોલોજી (technology) ખૂબ જ આગળ વધી ગઈ છે અને ડિવાઈઝમાં નવા ફીચર્સ જોવા મળે છે. મોબાઈલમાં ઘણા એવા ફીચર્સ છે જે તમારી સેફ્ટીની દૃષ્ટિએ ખૂબ સારા છે. અમે તમને મોબાઈલના આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે મોબાઈલમાં હાજર એપને ડિલીટ કે અનઈન્સ્ટોલ (Delete or uninstall) કર્યા વગર છુપાવી શકો છો.
આ તમારા મોબાઈલના ચોરી થવાના સમયે અથવા જ્યારે કોઈ વ્યક્તિના હાથમાં મોબાઈલ અનલોક પોઝિશનમાં આવી જાય છે ત્યારે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય અન્ય કોઈ વ્યક્તિ તમારો પ્રાઈવેટ ડેટા જોઈ શકશે નહીં. આવો અમે તમને જણાવીએ કે તમે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
આ રીતે હાઈડ થઈ જશે એપ :
- તમારા મોબાઈલની સેટિંગ્સ એપને ઓપન કરો.
- નીચેની તરફ રહેલા પ્રાઈવસી ઓપ્શન પર જાઓ.
- પ્રાઈવસી પ્રોટેક્શન ટેબમાં હાઈડ એપ્સ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારો પ્રાઈવસી પાસવર્ડ દાખલ કરો.
- અહીં તમને એપ્સની લિસ્ટ દેખાશે, જેમાંથી તમે કોઈપણ એપને હાઈડ કરી શકો છો.
- એપને હાઈડ કરવા માટે સામેના ટોગલને ઓન કરો.
- હાઈડ કરનાર એપ્સ માટે એક પાસકોડ સેટ કરો
- આમાં પાસકોડ # થી શરૂ થાય છે.
- જ્યારે પણ તમે Hide એપ જોવા માંગો છો. ત્યારે તમે આ પાસકોડનો ઉપયોગ કરી શકો છો.
સરળતાથી જોઈ શકાય છે હાઈડ કરેલી એપ :
તમે સરળતાથી હાઈડ કરેલી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ તમે હાઈડ એપનો ઉપયોગ કરવા ઈચ્છો છો. ત્યારે તમારા ફોનના ડાયલ પેડમાં એપ માટે સેટ કરેલ પાસકોડ દાખલ કરીને તમને એપ મળશે.
ઉપરાંત જ્યારે એપ હાઈડ હોય ત્યારે પણ તે સામાન્ય રીતે કામ કરે છે જેવી રીતે તે પહેલા કામ કરતી હોય છે. એપની કામ કરવાની રીતમાં કોઈ ફેરફાર નથી. ઉપરાંત જો તમે ઇચ્છો તો તમે હાઈડ એપ્લિકેશન માટે પુશ નોટિફિકેશન્સને પણ બંધ કરી શકો છો.
આ પણ વાંચો :-