These four things, including salt-needle
- દૈનિક જીવનમાં ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ પણ એકબીજાની સાથે શેર કરો છો. પરંતુ શુ તમે જાણો છો કે મફતમાં લેવામાં આવેલી અમુક ખાસ વસ્તુઓના ઉપયોગથી જીવનમાં વાસ્તુ દોષ લાગે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો જોઈએ.
પાડોશીઓ અને સંબંધીઓ પાસે મદદ માંગવી કોઈ ખરાબ વાત નથી. સામાન્ય જીવનમાં બધા લોકો એકબીજાની મદદ કરે છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) મુજબ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો જોઈએ.
મીઠુ :
વાસ્તુ મુજબ મીઠાનો (sweet) સંબંધ શનિ સાથે હોય છે. કહેવાય છે કે ક્યારેય પણ બીજા પાસેથી મફતમાં મીઠાનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમારે કોઈ કારણોસર કોઈની પાસેથી મીઠુ લેવુ પણ પડી રહ્યું છે તો તેના બદલે તમારે કોઈ અન્ય વસ્તુ તેને આપી દેવી જોઈએ. મફતમાં મીઠાનો પ્રયોગ કરવાથી જીવનમાં રોગ અને દેવાની સમસ્યા પણ વધી જાય છે.
સોય :
વાસ્તુ મુજબ મફતમાં મળેલી સોયનો (needle) ક્યારેય પણ પ્રયોગ ના કરવો જોઈએ. મફતમાં કોઈની પાસેથી સોય લેવામાં આવે તો તેનાથી જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને પરિવારજનો વચ્ચે પ્રેમ સંબંધ ખરાબ થવા લાગે છે. આ તમારા દામ્પત્ય જીવનને પ્રભાવિત કરવાની સાથે-સાથે આર્થિક મોરચા પર પણ નુકસાન આપે છે. સારું રહેશે કે તમે માર્કેટમાંથી નવી સોય ખરીદીને તેનો ઉપયોગ કરો.
રૂમાલ :
આપણે ભૂલથી પણ મફતમાં મળેલા રૂમાલનો પ્રયોગ ના કરવો જોઈએ. એવુ કહેવાય છે કે જો રૂમાલ મફતમાં લઇને ઉપયોગ કરવામાં આવે તો તેનાથી લોકો વચ્ચે મતભેદ થાય છે. આંતરિક કલહ વધે છે. લોકો વચ્ચે સંબંધ ખરાબ થવા લાગે છે. તેથી કોઈની પાસે રૂમાલ માંગશો નહીં અને કોઈને પોતાનો રૂમાલ આપશો નહીં.
લોખંડ અને તેલ :
આ બંને વસ્તુઓને શનિ દેવ સાથે જોડવામાં આવે છે. એવું કહેવાય છે કે લોખંડ અને તેલનો મફતમાં ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ પ્રભાવને વધારે છે. દાનમાં લીધેલા લોખંડથી ઘરમાં દરિદ્રતા આવે છે.
આ પણ વાંચો :-
- ભારે કરી ! ગુજરાતની ચૂંટણી ટાણે 39 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાતા વિવાદ, જાણો શું છે કારણ
- મતદારો વચ્ચે ફરતી થયેલી પત્રિકા જમાલપુર-ખાડિયા બેઠક માટે ભાજપના નામે મત મંગાશે, ઉમેદવારનું નામ ગાયબ