ગુજરાતની ચૂંટણીમાં બાજી પલટવા ઓવૈસીની રણનીતિ : 17 રેલીઓ અને 20ની સોશિયલ મીડિયા ટીમ સહિત તૈયાર કર્યો આ પ્રી-પ્લાન

Share this story

Owaisi’s strategy to turn the tide in Gujarat elections

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે ગુજરાતમાં 17 રેલીઓ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. AIMIM પાર્ટી તેલંગાણાથી નીકળીને વિસ્તરી રહી છે. ગુજરાતના મુસ્લિમ અને દલિત મતદારો (Muslim and Dalit voters) પર પાર્ટીની નજર છે. આ માટે પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં સતત રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં વધુમાં વધુ સીટો જીતવા માટે ઓવૈસીએ ‘માસ્ટર પ્લાન‘ બનાવ્યો છે.

શું છે માસ્ટર પ્લાન?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMનો માસ્ટરપ્લાન શું છે ? તે અંગે આપણે આ અહેવાલમાં જાણીશું. વાસ્તવમાં ગુજરાતની ચૂંટણીને આડે બે સપ્તાહનો સમય બાકી છે. અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી મુસ્લિમ મતદારોને રીઝવવા માટે સખત મહેનત કરી રહી છે. માસ્ટર પ્લાન મુજબ AIMIM 15 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારી રહી છે. પાર્ટીએ ચૂંટણી માટે 20 લોકોની સોશિયલ મીડિયા ટીમ ઉતારી છે. જે દિવસ-રાત પ્રચારમાં લાગેલી છે.

અસદુદ્દીન ઓવૈસીની 17 રેલીઓ :

ગુજરાતમાં પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે 17 રેલીઓ કરશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના 7 ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.

આ પણ વાંચો :-