ગુજરાતની રાજનીતિમાં ‘મેઘા પાટકર’ની એન્ટ્રી, રાહુલ ગાંધી સાથે દેખાતા ભડકયું ભાજપ

Share this story

Entry of ‘Megha Patkar’ in Gujarat politics

  • રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘુમ. CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. CMએ કહ્યું કોંગ્રેસ અને રાહુલે હંમેશા ગુજરાતીઓ પ્રત્યે દુશ્મનાવટ રાખી. આ અપમાન ગુજરાતીઓ સહન નહીં કરે.

ગુજરાતમાં ચૂંટણીનો મહાસંગ્રામ જોવા મળી રહ્યો છે. ગુજરાતની દરેક ચૂંટણી મુદ્દાને લઈને લડવામાં આવતી હોય છે ત્યારે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મેઘા પાટકરની (Megha Patkar) એન્ટ્રી થઈ છે. રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડા યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘુમ થયુ છે. એક પછી એક ભાજપના નેતાઓએ આ મુદ્દાને લઈને વિરોધ દર્શાવ્યો છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં (Politics of Gujarat) નવો મુદ્દો જોવા મળ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાતીઓ સહન નહિ કરે :

ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘૂમ થયું છે. રાહુલ ગાંધી સાથેની મેઘા પાટકરની તસવીર વાયરલ થતા મુખ્યમંત્રી, પાટીલ સહિત પ્રદેશ ભાજપના નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ગુજરાતીઓ પ્રત્યે દુશ્મનાવટ છે. આ અર્બન નક્સલીઓ સાથે ભારત તોડો યાત્રા છે. અર્બન નક્સલીઓને ગુજરાત ક્યારેય સાથ નહીં આપે. ગુજરાત વિરોધીઓને રાહુલ ગાંધી કેન્દ્રિય સ્થાન આપે છે. ગુજરાતીઓ આ સહન નહીં કરે.

તો સીઆર પાટીલે ટવિટ કરીને કહ્યું કે અર્બન નક્સલી મેઘા પાટકરે નર્મદા યોજનાનો વિરોધ કરી કચ્છ અને સમગ્ર ગુજરાતનાં વિકાસમા અવરોધ નાંખ્યો હતો. આજે કોંગ્રેસ ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલી સાથે ભારત તોડો યાત્રા કરી રહ્યું છે. ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલીઓનો સાથ લેનારને આ ગુજરાત ક્યારેય પણ સાથ નહીં આપે.

મેઘા પાટકર મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે નર્મદા યોજનાનો વિરોધ કરનાર વ્યક્તિઓ વિકાસનો વિરોધ કર્યો હોય તેવા લોકો સાથે ચાલશે તો ગુજરાતની જનતા સહન કેવી રીતે કરશે.

આ પણ વાંચો :-