આ 5 બેંક સૌથી ઓછા વ્યાજ દર પર આપી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન, અહીં જાણો સંપૂર્ણ ડિટેલ્સ

Share this story

These 5 banks are providing loans up

  • જો તમને અચાનક પૈસાની જરૂર હોય અને તમારી પાસે ગેરેન્ટી તરીકે રાખવા માટે કોઈ પ્રોપર્ટી નથી તો તમારા માટે પર્સનલ લોન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

પર્સનલ લોન (Personal Loan) એ એક એવી લોન છે જેનો તમે કોઈ પણ કોલેટરલ ગેરંટી (Collateral Guarantee) વિના મેળવી શકો છો. જો તમને તમારા બાળકના લગ્ન, બીમારી વગેરે ખર્ચ માટે અચાનક 5 લાખ રૂપિયાની જરૂર પડી હોય તો દેશમાં પાંચ બેંકો એવી છે જે ખૂબ જ સસ્તા દરે પર્સનલ લોન (Personal Loan) આપી રહી છે. આવો જાણીએ આ બેંકો વિશે.

PNB બેંક  :

પંજાબ નેશનલ બેંક જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. આ બેંક તેના ગ્રાહકોને માત્ર 9.8 ટકાના વ્યાજ દરે 5 લાખ રૂપિયાની પર્સનલ લોન ઓફર કરી રહી છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર :

ત્યાં જ બેંક ઓફ મહારાષ્ટ્ર પણ તેના ગ્રાહકોને ખૂબ જ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરી રહી છે. જો તમે 5 વર્ષ માટે 5 લાખની પર્સનલ લોન લો છો. તો બેંક તમને 8.9 ટકાના વ્યાજ દરે લોન ઓફર કરે છે.

યસ બેંક :

યસ બેંક તેના ગ્રાહકોને 5 વર્ષ માટે 5 લાખની લોન પર 10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આમાં ગ્રાહકોએ દર મહિને 10,624 રૂપિયાની EMI ચૂકવવી પડશે.

SBI :

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને રૂ. 5 લાખની પર્સનલ લોન પર 10.55 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને દર મહિને 10,759 EMI તરીકે ચૂકવવા પડશે.

BOB :

બેંક ઓફ બરોડા ગ્રાહકોને રૂ. 5 લાખની પર્સનલ લોન પર 5 વર્ષના સમયગાળા માટે 10.2 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.

આ પણ વાંચો :-