YouTube’s big announcement
- આગામી દિવસોમાં યુટ્યુબ તેના કન્ટેન્ટ સર્જકોને પણ પૈસા કમાવવાની તક આપી રહી છે. ત્યારે કંપની રેવન્યુ જનરેટ કરવા માટે યુટ્યુબ શોર્ટસ પર ઘણું કામ કરી રહી છે.
યુટ્યુબ (Youtube) આ દિવસોમાં તેના શોર્ટ વિડીયો (Short video) પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ શોર્ટસ પર ઘણું કામ કરી રહ્યું છે. કંપની આ પ્લેટફોર્મથી રેવન્યુ જનરેટ (Generate revenue) કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. કંપની માત્ર પોતાને જ નહીં પરંતુ કન્ટેન્ટ સર્જકોને પણ કમાણીની તક આપવા માંગે છે. આ માટે તે પોતાના પ્લેટફોર્મ પર સતત નવા ફીચર્સ એડ કરી રહી છે.
ટૂંકી વિડિઓઝનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. વપરાશકર્તાઓ અન્ય કોઈપણ સોશિયલ મીડિયા વેબસાઇટ અથવા વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ કરતાં ટૂંકા વિડિયો પ્લેટફોર્મ પર વધુ સમય વિતાવી રહ્યા છે. આ જ કારણ છે કે યુટ્યુબે તેના પ્લેટફોર્મ પર શોર્ટ વિડીયો એટલે કે યુટ્યુબ શોર્ટનું ફીચર રજૂ કર્યું હતું.
હવે તે આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે અને કંપની તેનાથી આવક મેળવવાની યોજના બનાવી રહી છે. માત્ર કંપની જ નહીં પણ સર્જકોને પણ YouTube Shortsમાંથી પૈસા કમાવવાની તક આપે છે.
યુટ્યુબ પર નવું ફીચર આવ્યું :
મંગળવારે કંપનીએ યુટ્યુબ શોર્ટસ પર એક નવું ફીચર ઉમેર્યું છે. કેટલાક નિર્માતાઓ અમેરિકામાં આ સુવિધાનું પરીક્ષણ કરી રહ્યા હતા. તેની મદદથી યુઝર્સ વીડિયોમાં પ્રોડક્ટને ટેગ કરી શકે છે. ગૂગલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ‘યુએસ, ભારત, બ્રાઝિલ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના દર્શકો ટેગ અને ઈન્ટરેક્શન વિકલ્પ જોશે. અમે ધીમે ધીમે અન્ય સર્જકો માટે ટેગિંગની સુવિધાઓ લાવવાનું શરૂ કરીશું. યુટ્યુબના આ ફીચરની ચર્ચા પહેલા જ થઈ ચૂકી છે.
શોર્ટ વિડિયો બનવાના શરૂ થયા :
ત્યારે ટીક ટોક પર દુનિયાનાં કેટલાક દેશોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતમાં પણ ટીક ટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટીક ટોકના આવ્યા બાદ જ શોર્ટ વિડિયો બનવાના શરૂ થયા હતા.
યુ ટ્યુબર્સ શોર્ટ અને ઈન્સ્ટાગ્રામ રીતને ફાયદો :
જો કે માર્કેટમાં ટીક ટોક ગાયબ થઈ જવાથી યુ ટ્યુબર્સ શોર્ટ અને ઈન્સ્ટાગ્રામ રીતને ફાયદો થયો છે. પરંતુ જે બજારોમાં ટીક ટોક છે ત્યા આ એપ્લીસેશન સખ્ત સ્પર્ધાનો સામનો કરી રહી છે. હાલમાં જ યુ ટ્યુબે તેની ટીવી એપમાં શોટર્સ વિડિયો પણ ઉમેર્યા છે.
આ પણ વાંચો :-