Thursday, Mar 20, 2025

દીકરીના જન્મ પર IITમાં ભણેલા અંકિત જોષીએ છોડી લાખોની જોબ, કારણ જાણીને કહેશો પિતા હોય તો આવા

3 Min Read

Ankit Joshi, who studied in IIT

  • ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખડગપુરથી અભ્યાસ કરનારા અંકિત જોશીએ કહ્યું કે તેમણે પોતાની નવજાત દીકરીની સાથે સમય પસાર કરવા માટે પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી છે. તેઓ એક કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ હતા.

સામાન્ય રીતે આપણા દેશમાં પિતા બન્યા બાદ લોકોને 10-12 દિવસની રજા મળે છે. ત્યારબાદ બાળકની લગભગ બધી જવાબદારીઓ માં ઉપર આવી જાય છે. પરંતુ એક પિતાએ તેના બાળકની (Child) સારસંભાળ કરવા માટે લાખોની નોકરી છોડી દીધી.

તેઓ ઈચ્છે છે કે નાની બાળકીની સાથે વધુમાં વધુ સમય વિતાવવામાં આવે. તેમના જણાવ્યાં મુજબ આ એક પ્રકારનુ કારકિર્દીમાં તેમનું પ્રમોશન છે. આ બધી વસ્તુઓ તમને થોડી અટપટી લાગી રહી હશે. પરંતુ આ વાસ્તવિકતા છે.

મારી પત્નીએ મારા નિર્ણયનુ સમર્થન કર્યુ :

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખડગપુરથી અભ્યાસ કરનારા અંકિત જોશીએ કહ્યું કે તેમણે પોતાની નવજાત દીકરીની સાથે સમય પસાર કરવા માટે પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી છે. તેઓ એક કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ હતા.

https://www.instagram.com/p/ClFz459tvsA/?utm_source=ig_embed&ig_rid=c7e652ac-9ca9-4147-9038-a89ac1d15df1

હ્યુમન્સ ઓફ બોમ્બેની સાથે એક ઈન્ટરવ્યુમાં પોતાના નિર્ણય અંગે અંકિત જોશીએ જણાવ્યું દીકરીના જન્મના થોડા દિવસ પહેલા મેં પોતાની હાઈ સેલેરીવાળી નોકરી છોડી દીધી. મને ખબર છે કે આ એક અજબ-ગજબ નિર્ણય હતો. લોકોએ તેમને ચેતવણી આપી હતી કે આગળ વસ્તુઓ થોડી વધારે મુશ્કેલ થઇ જશે. પરંતુ મારી પત્નીએ નિર્ણયનું સમર્થન કર્યુ.

Share This Article