Tuesday, December 5, 2023
Home SPORTS જે ખેલાડીની ધોનીની ટીમમાંથી થઈ હતી હકાલપટ્ટી, તેણે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ :...

જે ખેલાડીની ધોનીની ટીમમાંથી થઈ હતી હકાલપટ્ટી, તેણે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ : 277 રનની ઝંઝાવાતી બેટિંગ 

The player who was kicked out

  • જગદીશન અત્યાર સુધી ચેન્નાઈ માટે કંઈ ખાસ કરી શક્યો ન હોવાથી તેને મિની ઓક્શન પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી જગદીશને હવે વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો.

IPL 2023 માટે તમામ ટીમોએ તેમના રિટેન કરેલા અને છોડેલા ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન ચેન્નાઈની ટીમે (Chennai team) પોતાની ટીમના કેટલાક ખેલાડીઓને પણ બહાર કર્યા છે. જેમાં વિકેટ કીપર બેટસમેન એન જગદીશનનું (N Jagdeesan) નામ સામેલ છે.

જગદીશન અત્યાર સુધી ચેન્નાઈ માટે કંઈ ખાસ કરી શક્યો નથી. તેથી જ તેને મિની ઓક્શન (Mini Auction) પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી જગદીશને હવે વિજય હજારે ટ્રોફીમાં (Vijay Hazare Trophy) ઈતિહાસ રચ્યો છે અને લાગે છે કે ચેન્નાઈની ટીમે તેને રિલીઝ કરીને ભૂલ કરી છે.

જગદીશને વિજય હજારે ટ્રોફી 2022ની છ ઇનિંગ્સમાં 799 રન બનાવ્યા છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ દરમિયાન તેણે સતત પાંચ ઇનિંગ્સમાં સદી ફટકારી અને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો. આ ટુર્નામેન્ટમાં તેની સરેરાશ 159.80 છે અને તેનો સ્ટ્રાઈક રેટ 125.82 છે. જગદીશને અરુણાચલ પ્રદેશ સામે 141 બોલમાં 277 રન બનાવ્યા હતા.

તેની શાનદાર ઇનિંગના કારણે તમિલનાડુએ આ મેચમાં બે વિકેટ ગુમાવીને 506 રન બનાવ્યા હતા. લિસ્ટ A ક્રિકેટમાં 500થી વધુ રન બનાવનાર તમિલનાડુ પ્રથમ ટીમ છે. જગદીશન સિવાય સાઈ સુદર્શને પણ આ મેચમાં 154 રનની ઈનિંગ રમી હતી.

મહત્વનું છે કે વિજય હજારે ટ્રોફીમાં તેની પાંચમી સદી સાથે જગદીશન લિસ્ટ A ક્રિકેટમાં સતત સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડ્યો છે. સંગાકારાએ 2014-15ના વર્લ્ડ કપમાં સતત ચાર સદી ફટકારી હતી.

તેના સિવાય ભારતના દેવદત્ત પડિકલે 2020-21 વિજય હજારે ટ્રોફીમાં સતત ચાર સદી ફટકારી હતી. તે જ સમયે દક્ષિણ આફ્રિકાના એલ્વિરો પીટરસને પણ 2015-16 મોમેન્ટમ ODI કપમાં સતત ચાર ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. જો કે જગદીશન સતત પાંચ ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટસમેન છે.

વિજય હજારે ટ્રોફીમાં આ સિઝનમાં જગદીશનનું પ્રદર્શન :

  • પ્રથમ મેચઃ બિહાર સામે છ બોલમાં પાંચ રન બનાવ્યા
  • બીજી મેચ: આંધ્રપ્રદેશ સામે 112 બોલમાં અણનમ 114 રન બનાવ્યા. 12 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.
  • ત્રીજી મેચ: છત્તીસગઢ સામે 113 બોલમાં 107 રન બનાવ્યા. 10 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.
  • ચોથી મેચ: ગોવા સામે 140 બોલમાં 168 રન બનાવ્યા. 15 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા.
  • પાંચમી મેચઃ હરિયાણા સામે 123 બોલમાં 128 રન બનાવ્યા. છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા.
  • છઠ્ઠી મેચઃ અરુણાચલ પ્રદેશ સામે 141 બોલમાં 277 રન બનાવ્યા. 25 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા.

લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ ભાગીદારી :

એન જગદીશન અને સાઈ સુદર્શને લિસ્ટ Aમાં સૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો. બંનેએ પ્રથમ વિકેટ માટે 416 રનની ભાગીદારી કરી હતી. લિસ્ટ A ક્રિકેટમાં કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા ગેલ અને સેમ્યુઅલ્સે 372 રનની ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો :-

RELATED ARTICLES

જુઓ વધુ એક વાર મણિપુરમાં હિંસાનું મોતના તાંડવ!

મણિપુરમાં ફરી એક વાર હિંસાનું તાંડવ શરું થયું છે. સાત મહિનાનો ઈન્ટરનેટ બેન રવિવારે હટાવાતાં જ હિંસા ભડકી ઉઠી હતી. ટેંગનોપાલ જિલ્લામાં સૈબોલમાં બે...

સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે ૩ બાળકો સહિત પાંચને અડફેટે લીધા

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જ્યાં સર્વિસ રોડ પર એક ઇકો કારચાલક એક સાથે પાંચ જેટલા રાહદારીઓને...

તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે મચાવી તબાહી

તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે તબાહી મચાવી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું વાવાઝોડું સોમવારે સવારે તામિલનાડુના તટ સાથે ટકરાયું હતું. તામિલનાડુમાં રાજધાની ચેન્નઈ વાવાઝોડાનો સૌથી...

Latest Post

જુઓ વધુ એક વાર મણિપુરમાં હિંસાનું મોતના તાંડવ!

મણિપુરમાં ફરી એક વાર હિંસાનું તાંડવ શરું થયું છે. સાત મહિનાનો ઈન્ટરનેટ બેન રવિવારે હટાવાતાં જ હિંસા ભડકી ઉઠી હતી. ટેંગનોપાલ જિલ્લામાં સૈબોલમાં બે...

સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે ૩ બાળકો સહિત પાંચને અડફેટે લીધા

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જ્યાં સર્વિસ રોડ પર એક ઇકો કારચાલક એક સાથે પાંચ જેટલા રાહદારીઓને...

તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે મચાવી તબાહી

તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે તબાહી મચાવી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું વાવાઝોડું સોમવારે સવારે તામિલનાડુના તટ સાથે ટકરાયું હતું. તામિલનાડુમાં રાજધાની ચેન્નઈ વાવાઝોડાનો સૌથી...

હિમાચલ પ્રદેશમાં મંડીની બોર્ડર પાસે માર્ગ અકસ્માત, ૬ મજૂરોના મોત, ૬ ઘાયલ

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાંથી ભયાનક રોડ અકસ્માત થયો. આ અકસ્માતમાં છ મજૂરના મોત થયા છે અને અન્ય છ ઘાયલ થયા છે. પરંતુ પોલોસ હાલમાં...

વડોદરાની કોર્ટમાંથી ભાગેલો CMO વિરાજ પટેલ આસામ-મિઝોરમ બોર્ડરથી ઝડપાયો

વિરાજ પટેલે ગુજરાતમાં સીએમઓમાં કામ કરતો હોવાનું કહી મુંબઇની મહિલાને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું...

AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાનું રાજ્યસભામાંથી સસ્પેન્શન રદ

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાના અધ્યક્ષે તેમનું સસ્પેન્શન...

ઈન્દિરા ગાંધીના અંગરક્ષકની નાવી પાર્ટીએ વડીલોને અરીસો બતાવ્યો!

મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. ઝોરમ નેશનાલિસ્ટ પાર્ટી (ZNP) રાજ્યમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. સવારે ૧૧:૩૦ વાગ્યા સુધીના વલણો પ્રમાણે...

ચેન્નાઈ એરપોર્ટના રન-વે પાણીમાં ડૂબી ગયા, જાણો કેટલાં ફ્લાઈટો રદ

મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના...

અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માતમાં બે લોકોના મોત

અમદાવાદ શહેરમાં અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે વધુ એક અકસ્માતની ઘટના બની છે. ભીમસરા પાટીયા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી...

તેલંગાણામાં વાયુસેનાનું તાલીમાર્થી વિમાન ક્રેશમાં ૨ પાયલોટ જવાનના મોત

તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ...