સાવધાન ! શું તમે પણ લેપટોપને ખોળામાં રાખીને કામ કરો છો ? આવી બીમારીઓથી ઘેરાઈ શકે છે શરીર

Share this story

Caution! Do you also work with a laptop on your lap

  • આજે તમને જણાવશું કે લેપટોપને ખોળામાં રાખીને કામ કરતી વખતે તમને કઈ-કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કોરોનાકાળ (Corona period) પછી પછી દેશમાં ઘરેથી કામ કરવાનું એટલે કે વર્ક ફ્રોમ હોમનું (Work from home) કલ્ચર વધ્યું છે. જો કે  આ વર્ક કલ્ચરે લોકોને અનેક સુવિધાઓ આપી છે પણ બીજી તરફ તેના કારણે મોટાભાગના લોકો સ્વાસ્થ્યને (Health) લગતી અનેક સમસ્યાઓની ઝપેટમાં આવી ગયા છે.

વર્ક ફ્રોમ હોમના કારણે લોકોને ઘણીવાર લેપટોપ (Laptop) પર લાંબા સમય સુધી બેસીને કામ કરવું પડે છે. અને વધુ પડતાં લોકો લેપટોપને ખોળામાં લઈને પણ કામ કરવા લાગે છે. જો કે આમ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે.

જણાવી દઈએ કે લેપટોપમાંથી નીકળતી ગરમી આપણી ત્વચા અને આંતરિક પેશીઓને નુકસાન પહોંચાડે છે. જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. આજે તમને જણાવશું કે લેપટોપને ખોળામાં રાખીને કામ કરતી વખતે તમને કઈ-કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પુરુષોમાં ઈનફર્ટિલિટીનું જોખમ વધે :

સ્ત્રીઓ કરતાં પુરુષો લેપટોપની ગરમીથી વધુ પ્રભાવિત થાય છે. ખરેખર સ્ત્રીઓનું ગર્ભાશય શરીરની અંદર હોય છે અને પુરુષોમાં અંડકોષ શરીરના બહારના ભાગમાં હોય છે અને લેપટોપમાંથી નીકળતી ગરમીનું કિરણો વધુ નજીક રહે છે અને વધારે તાપમાનના કારણે પુરૂષોના શુક્રાણુઓની ગુણવત્તા નબળી પડવા લાગે છે. આ કારણે તેના કારણે પ્રજનન ક્ષમતામાં સમસ્યા આવી શકે છે. એટલા માટે ખાસ કરીને પુરુષોએ લેપટોપનો ઉપયોગ ખોળામાં રાખીને ન કરવો જોઈએ.

રેડિયેશન ફેલાય છે :

જો તમે તમારા ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો તમને ગંભીર માથાનો દુખાવો પણ થઈ શકે છે. લેપટોપમાંથી નીકળતી ગરમી ઓછી ફ્રિકવન્સી રેડિયેશનનું ઉત્સર્જન કરે છે અને તે બ્લૂટૂથ કનેક્શન દ્વારા જ બહાર આવે છે જે તમને બીમાર બનાવી શકે છે.

આ પણ વાંચો :-