QR Code સ્કેન કરતી વખતે રહો એલર્ટ, એક ભૂલથી ખાલી થઈ જશે એકાઉન્ટ, જાણો શું છે કૌભાંડ

Share this story

Be alert while scanning QR Code

  • તાજેતરના સમયમાં લોકો હવે QR Code સ્કેન કરીને નાના મોટો પેમેન્ટ કરી રહ્યાં છે ત્યારે હવે લોકોએ આવું કરતી વખતે સાવધાની રાખવી પડશે નહીંતર ખજાનો ખાલી થતા વાર નહીં લાગે.

ઓનલાઈન કૌભાંડો (Online scams) ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ કારણે લોકોને હંમેશા સાવધાન રહેવાનું કહેવામાં આવે છે. ક્યૂઆર કોડનું (QR code) કૌભાંડ પણ ચાલી રહ્યું છે. આ સાથે જ તમે QR કોડ સ્કેન કરતા જ તમારા પૈસા સ્કેમર્સના અકાઉન્ટ સુધી પહોંચી જશે. ભૂતકાળમાં ઘણી સુરક્ષા સંશોધન કંપનીઓએ આ વિશે અહેવાલ આપ્યો છે.

QR કોડ સ્કેમ નવું નથી. ઘણી વખત લોકો OLX પર આ કૌભાંડનો ભોગ બને છે. તાજેતરના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એક મહિલાએ OLX કેટલીક વસ્તુઓ વેચવા મૂકી હતી ત્યારે તેની સાથે ઠગાઈ થઈ હતી અને તેના ઘણા પૈસા કપાઈ ગયા હતા. સ્કેમર મહિલાએ કહેલી પ્રાઈસે વસ્તુઓ ખરીદવા તૈયાર થયો હતો.

ત્યારબાદ તેણે મહિલાને વોટ્સએપ પર ક્યૂઆર કોડ મોકલ્યો હતો. સ્કેમરે દાવો કર્યો હતો કે તે મહિલાને ચૂકવણી કરવા માંગતો હતો. ફોનપે અથવા જીપેમાંથી કોડ સ્કેન કરતા મહિલાના ખાતામાં ઝાઝા પૈસા કપાયા હતા.

ક્યૂઆર કોડ સ્કેન કરતી રાખો સાવધાની  :

આ કામ થતાં જ મહિલાના ખાતામાંથી પૈસા કપાઈ ગયા હતા. જેની જાણ સાયબર ક્રાઈમમાં થઇ હતી. આ સિવાય ક્યૂઆર કોડને લઈને વધુ એક કૌભાંડ કરવામાં આવે છે. જ્યાં સ્કેમર્સ પેટ્રોલ પંપ અથવા દુકાન જેવા જાહેર સ્થળે ક્યુઆર કોડને તેમના ક્યૂઆર કોડથી બદલી નાખે છે.

આ પણ વાંચો :-