BJP leader Pabubha Manek blasted
- પબુભા માણેકનુ મોધવારીને લઇ વિવાદિત નિવેદન સામે આવ્યું છે “ડીઝલ 200 રૂપિયે થાય તો ભલે થાય”
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસ (Gujarat Congress) અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવામાં આવી છે. ત્રણેય પક્ષોએ ચૂંટણી જીતવા માટે પ્રચારો જોકમશોર રીતે ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે ચૂંટણી જીતવા માટે આક્ષેપો અને નિવેદનો તેમજ રાજકીય શબ્દોનો વાર પલટવાર ચાલી રહ્યો છે.
ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે. ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે પ્રચાર દરમિયાન વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો છે. દ્વારકાથી (Dwarka) ભાજપના ઉમેદવાર પબુભા માણેકનું (Pabubha Manek) વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. જુઓ આ વીડિયો..
પબુભા માણેકે આપ્યુ વિવાદિત નિવેદન :
એક તરફ જનતા મોંઘવારીનો સામનો કરી રહી છે તો બીજી તરફ ભાજપ નેતા પબુભા માણેક એમ કહેતા જણાઈ રહ્યા છે કે, તેઓને મોંઘવારી નથી નડતી અને પેટ્રોલ અને ડીઝલના ભાવ 200 રૂપિયે પહોંચે તો પણ તેમને વાંધો નથી. મોંઘવારીના પ્રશ્ને પબુભા માણેક વિવાદિત નિવેદન સામે આવ્યું છે.
તેમણે કહ્યું કે ડીઝલ 200 રૂપિયે થાય તો ભલે થાય તેમણે કહ્યું કે, આવક લાખમાં જોઈએ.આ મોંઘવારી નથી ફુગાવો છે. તેમણે કહ્યું કે 200 રૂપિયાનું પેટ્રોલ અમને પોસાશે.
આ પણ વાંચો :-