In this seat of Saurashtra, Keertidan Gadhvi
- ભાવનગર પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ મતદારોને આકર્ષવા પ્રયાસ કરી કમાને પ્રચારના મેદાને ઉતાર્યો છે.
ગુજરાત ચુંટણીને લઈને ઉમેદવારોનું પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. મતદારોને (Voters) રીઝવવા ઉમેવારો દિવસ રાત એક કરીને મહેનતે લાગ્યા છે. ભાજપે તો સ્ટાર પ્રચારકોની આખે આખે ફોજ ઉતારી છે. નરેન્દ્ર મોદી (Narendra Modi), અમિત શાહ, યોગી આદિત્યનાથ (Yogi Adityanath), દેવેન્દ્ર ફડવણીસ, શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) સહિતના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવીને ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે.
ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોમાં વધુ એક નામ ઉમેરાયુ હોય તેવુ લાગે છે.ગુજરાતમાં ગુંજતું નામ કમો હવે ચુંટણી પ્રચારમાં ઉતાર્યો છે. જે કિર્તીદાન ગઢવીના ડાયરાથી ફેમસ થયો હતો તે કમો હવે પ્રચારમાં રમઝટ બોલાવી રહ્યો છે.
ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં પ્રચાર કરતો કમો :
ડાયરામાં ડાન્સ કરતો કમો હવે ચૂંટણી ટાણે ઉમેદવારનો પ્રચાર કરી રહ્યો છે. ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં કમો પ્રચાર કરતો જોવા મળ્યો હતો. ભાવનગર પશ્ચિમના વિવિધ વિસ્તારમાં કમો ખુલ્લી કારમાં ઉભો રહીને ભાજપના ઝંડા સાથે પ્રચાર કરતો જોવા મળ્યો હતો.
કમાને જોવા માટે તેની આસપાસ મોટી સંખ્યામાં ભીડ જામી હતી.બોલીવુડનું એક ગીત છે કે. કુછ રંગ પ્યાર કે ઐસી ભી. ત્યારે હવે કમાની એન્ટ્રી જોઈને કહેવુ પડશે.કે રાજકારણના રંગ કુછ ઐસે ભી. કમો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવુ ગમતુ નથી.
ગીત પર ડાન્સ કરીને ફેમસ થયો અને હવે સ્ટાર પ્રચારક બની ગયો છે. નસીબ ક્યારે કોના સિતારા ચમકાવી દે તે કહેવુ મુશ્કેલ છે પણ હાલ કમાના સિતારા ફુલ જોરથી ચમકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
આ પણ વાંચો :-