‘આપ’ના મટિયાલાના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Share this story

The video of ‘AAP’ MLA from Matiala Gulab Singh Yadav

  • આમ આદમી પાર્ટીના મટિયાલાના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવને (Gulab Singh Yadav) માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના ત્યારે બની જ્યારે ધારાસભ્ય શ્યામ વિહારમાં (Shyam Vihar) લગભગ 8:00 વાગ્યે તેમના કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મીટિંગ દરમિયાન વિવાદ થયો અને કાર્યકરોએ ધારાસભ્યને માર મારવાનું શરૂ કર્યું. જોકે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટી તરફથી આ મુદ્દે કોઈ નિવેદન બહાર નથી આવ્યું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોતાને બચાવવા માટે ધારાસભ્ય બેઠક સ્થળેથી ભાગી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેનો પીછો કરી રહ્યા છે. ઘટનાનો વીડિયો શેર કરતા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપના પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે ‘પ્રામાણિક રાજકારણ’ ના નાટકમાં સામેલ પાર્ટીનું આ અભૂતપૂર્વ દ્રશ્ય. AAPનો ભ્રષ્ટાચાર એવો છે કે, તેના સભ્યો પણ તેમના ધારાસભ્યો નેબક્ષતા નથી! આગામી એમસીડી ચૂંટણીઓમાં પણ સમાન પરિણામો તેની રાહ જોઈ રહ્યા છે.

દિલ્હી ભાજપ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે AAP ધારાસભ્યને માર મારવામાં આવ્યો ! ટિકિટ વેચવાના આરોપમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવને AAP કાર્યકરોએ માર માર્યો હતો. કેજરીવાલ જી આ જ રીતે AAPના તમામ ભ્રષ્ટ ધારાસભ્યોનો નંબર આવશે.

આ પણ વાંચો :-