Get hot in politics ! Atrocity complaint filed
- વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે. ત્યારે વડોદરામાં ભાજપના 3 નેતાઓ પર એટ્રોસિટીની ફરિયાદ નોધાઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં (Vadodara) ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની (Atrocity) ફરિયાદ નોંધાઈ છે. 2 નગરસેવક અને ભાજપ શહેર મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઘટના બની હતી. જેમાં અજય તડવીએ જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હતો. આ વિશે મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે. ત્યારે વડોદરામાં ભાજપના 3 નેતાઓ પર એટ્રોસિટીની ફરિયાદ નોધાઈ છે. વડોદરામાં 2 નગરસેવકો અને 1 ભાજપ શહેર મહામંત્રી પર ફરિયાદ નોધાતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
જેમના પર એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે તેમના નામમાં કાઉન્સિલર બિરેન શાહ, વિશાલ શાહ અને મહામંત્રી અમિત સોલંકી છે. ડોદરામાં કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ભાજપના ત્રણેય નેતાઓ ગયા હતા. તે સમયે આ ઘટના બની હતી. ફરિયાદી અજય તડવીએ ભાજપના ત્રણેય નેતાઓ પર પોતાની ફરિયાદમાં જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હોવાનો વાત સામે આવી રહી છે. આ મામલે DYSP દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ છે.
આ પણ વાંચો :-