મને માફ કરી દો, મારી નસમાં કોંગ્રેસ છે હું ભૂલથી AAPમાં ગયો હતો : રાહુલ ગાંધી સામે ઇન્દ્રનીલે બે હાથ જોડી માફી માંગી

Share this story

Forgive me, I have Congress in my veins

  • રાજકોટ જનસભામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની માંગી માફી “તમામ લોકોની વચ્ચે હું આપની માફી માંગુ છું”

ગુજરાત વિધાનસભા મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. આક્ષેપ અને નિવેદનબાજીઓ તેમજ પક્ષ પલટાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. મતદાનની તારીખો નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા જાહેરસભાઓ (Public meeting) અને રેલીઓ ચાલી રહી છે. કોંગ્રેસ (Gujarat Congress) અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવાંમાં આવી છે.

ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે.  ભાજપમાં પ્રચારનો મોરચો વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને અમિક શાહે સંભાળ્યો છે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આજે જનસભાને સંબોધી છે. જેમાં રાજકોટમાં જાહેર સભા દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માંગી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટેજ પરથી રાહુલ ગાંધીની માંગી માફી હતી.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની માંગી માફી :

રાજકોટમાં જાહેર સભા દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માંગી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટેજ પરથી રાહુલ ગાંધીની માફી માંગી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે, તમામ લોકોની વચ્ચે હું આપની માફી માંગુ છું. તેમણે કહ્યું કે વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસ સાથે હતી અને રહીશ.

તેમણે કહ્યું કે હું ભૂલથી AAP પાર્ટીમાં જતો રહ્યો હતો અને તેમણે આપ પર પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર નથી તે કટ્ટર ભ્રષ્ટાચારી છે. તેમણે કહ્યું કે મને માફ કરી દો. મારી નસમાં કોંગ્રેસ છે હું ભૂલથી AAPમાં ગયો હતો.

રાહુલ ગાંધીની રાજકોટમાં જનસભા :

રાહુલ ગાંધીએ સભાસ્થળ શાસ્ત્રી મેદાન ખાતે આવતા લોકોને અભિવાદન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 150 લોકોના મૃત્યુ થયા તેમાં રાજનીતિ નહીં કરું અને મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા પણ જવાબદારો સામે કાંઈ નહીં.

તે સાથે રોજગારી અને બેરોજગારીને લઈ નિવેદન આપતા જણાવ્યું હતું કે યુવાનોને રોજગારી મળતી નથી. 45 વર્ષની આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં જોવા મળી રહી છે. સરકારમાં લાખો જગ્યા ખાલી છે પણ ભરતી કરવામાં આવતી નથી. મોંઘવારી-બેરોજગારી વધુ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો સહન કરે છે. સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો પણ કર્યા હતો.

આ પણ વાંચો :-