“Lotus” love of Shastri Hariprakash Swami
- ગુજરાતમાં ચુંટણી ટાણે કમળને મત આપવાની અપીલ કરતા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો વીડિયો વાયરલ થયો છે.
ગુજરાતમાં (Gujarat) ચુંટણીનો માહોલ જામ્યો છે. તેવામાં બોટાદના (Botad) સાળંગપુર (Salangpur) કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વિડીયોમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ (Shastri Hariprakash Swami) કમળને મત આપવાની અપીલ કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. મહત્વનું છે કે હરિપ્રકાશ સ્વામીએ કથા દરમિયાન કમળ માટે ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી. હાલ આ વિડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
શું કહ્યું શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ ?
હરિદ્વાર ખાતે યોજાયેલી કથામાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ વિડીયોમાં કહ્યું કે લક્ષ્મીના હાથમાં જે કમળ છે તે બટન દબાવજો અને ગામની શેરીઓ સાફ કરવી હોય, મજૂર થવુ હોય તો બીજા પર બટન દબાવજો. તેમ પણ કહ્યું હતું. એટલું જ નહિ જો વોટ નહીં આપો તો કોઈને કેવાનો અધિકાર નથી તેમ ઉલ્લેખ કરી મતદાન કરવા જણાવ્યું હતું. મહત્વનું છે કે હાલ ચૂંટણીના માહોલમાં વચ્ચે હરિપ્રકાશ સ્વામીનો શ્રોતાજનોને અપીલ કરતો વીડિયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
આ પણ વાંચો :-