Friday, Mar 21, 2025

ચૂંટણી સમયે રોકડનો કાળો કારોબાર ઝડપાયો ! 75 લાખ રોકડા મળ્યા, રાજકીય પાર્ટીના હોવાનું અનુમાન !

2 Min Read

The black business of cash caught during the election

  • સુરતની મહીધરપુરા પોલીસ દ્વારા બે ઈનોવા કાર ડીટેઇન કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા 75 લાખ રૂપિયાની કેશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનું કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું પોલીસ માની રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને બીજી બાજુ રૂપિયાની હેરાફેરીનો (Manipulation of rupees) કેસ વધી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત મહીધરપુરા પોલીસ (Surat Mahidharpura Police) દ્વારા બે ઈનોવા કાર (Two Innova Cars) ડીટેઇન કરવામાં આવી છે. જેમાં 75 લાખની કેસ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનો કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું તારણ સામે આવ્યું છે.

મહત્વનું છે કે સુરતની મહીધરપુરા પોલીસ દ્વારા બે ઈનોવા કાર ડીટેઇન કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા 75 લાખ રૂપિયાની કેશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનું કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું પોલીસ માની રહી છે. આ સિવાય મહારાષ્ટ્ર પાસિંગની કારમાંથી લાખોની રોકડ મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે રોકડ રકમનું કોંગ્રેસ સાથે કનેક્શન હોઈ શકે છે. કારણ કે કારમાંથી કોંગ્રેસની પત્રિકાઓ મળી આવી છે. એટલું જ નહીં સાથે રાહુલ ગાંધીની સભામાં VIP કાર પાર્કિંગના પાસ પણ મળ્યાં છે. મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મુંબઈ પાસિંગની કારમાં રૂપિયા લઈને આવેલા બે વ્યક્તિની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને વ્યક્તિમાં એક રાજસ્થાન અને એક વ્યક્તિ રાંદેરનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમ રાજકીય પાર્ટી માટે હોવાનું અનુમાન છે. દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસે રાજ્યની તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

આ પણ વાંચો :-

 

 

 

Share This Article