A case of love jihad in Ahmedabad
- સ્પામાં કામ કરતી યુવતીને વિધર્મી યુવકએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ આવતા સનસનાટી મચી છે.
અમદાવાદમાં (Ahmedabad) લવજેહાદનો (Love Jihad) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્પામાં કામ કરતી યુવતીને વિધર્મી યુવક (A heathen youth) પીછો કરી બ્લેકમેલ કરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. વિધર્મી યુવકે પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપી બે મહિના સુધી લિવ ઈન રિલેશનશિપમાં (Live in relationship) રાખીને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં યુવતીનો બીભત્સ વિડીયો (Nasty video) વાયરલ કરવાની ધમકી આપીને વિધર્મી યુવકે પોતાના બે મિત્રો સાથે મળી યુવતીનો ગેંગરેપ કર્યો છે. આ મામલે પોલીસે 3 આરોપી ધરપકડ કરી છે.
ભાડે ફ્લેટ રાખી પીડિતાને ગોંધી રાખી :
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક સ્પામાં નોકરી કરતી 37 વર્ષીય યુવતીને તાજેતરમાં સ્પામાં મસાજ કરાવવા આવતા એક સમીર પ્રજાપતિ નામના યુવક સાથે પરિચય થયો હતો. સમીર પ્રજાપતિ પોતે મુસ્લિમ હોય અને તેનું નામ નાસિર હુસેન હોવાનું છુપાવી યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.
જે બાદ આરોપીએ તેના પરિવારજનોની વિગતો મેળવીને યુવતી સ્પામાં ખરાબ ધંધા કરે છે તેવી જાણ પરિવારજનોને કરી દેવાની ધમકીઓ આપી તેને ગેસ્ટ હાઉસમાં બોલાવી ચપ્પુની અણીએ યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સમયે આરોપીએ યુવતીના અંગત પળોના વિડીયો ઉતારી લઈ તેનું આધારકાર્ડ પડાવીને આનંદનગર વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખ્યું હતું.
આરોપી સાળો અને પત્ની પણ મદદ કરતા હતા :
આરોપીએ યુવતીને સ્પાની નોકરી છોડાવીને ફ્લેટ પર બે મહિના સુધી લિવ ઈન રિલેશનશીપમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. આરોપી નાસીર હુસેન ઘાંચીએ એક દિવસ ફ્લેટ પર પોતાના બે મિત્રોને બોલાવી યુવતીની આંખો પર પટ્ટી બાંધી તેના બે મિત્રોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ મામલે દુષ્કર્મનો મુખ્ય આરોપી નાસિર હુસેન મદદ કરનાર તેની પત્ની રૂપા રાણા અને સાળો વિજયની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપી નાસિર હુસેનએ ખાડિયા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જોકે આ ગુનામાં તેની સાથે પત્ની રૂપા રાણા, સાળી હિરલ અને સાળો વિજય પણ મદદગારી કરતો હતો અને ભોગ બનાર યુવતી પાસે પૈસા પડાવતા હતા.
એક દિવસ યુવતીના પતિને આ આરોપીઓએ તેની પત્નીને અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી જેથી અંતે કંટાળીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને લવ જેહાદ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાતા આ સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી SCST સેલને સોંપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-