OPPO’s two-screen smartphone
- સમાચારોનું માનીએ તો Oppo Find N2 માં 7.1 ઇંચનું ઇનર ફોલ્ડેબલ ડિસ્પ્લે હશે. બહાર તરફથી તેમાં 5.5 ઇંચની OLED કવર ડિસ્પ્લે હશે જે FHD + રિઝોલ્યૂશન અને 120Hzરિફ્રેશ રેટ પ્રદાન કરે છે. તેમાં સ્નૈપડ્રેગન 8+ Gen 1 ચિપસેટ અને 67W ચાર્જિંગ સપોર્ટ સાથે 4,520mAh ની બેટરી હશે.
OPPO ડિસેમ્બરમાં INNO Day 2022 Event આયોજિત કરી શકે છે. ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન (Digital Chat Station) ના સૌજન્યથી એક નવી લીકથી જાણવા મળ્યું છે કે ફાઉન્ડ એન ફોલ્ડેબલ ફોન (Find N foldable) ની આગામી પેઢીનું અનાવરણ ડિસેમ્બેરમાં આગમી INNO ડે 2022 ઇવેન્ટના માધ્યથી કરવામાં આવશે.
ઓપ્પોએ ગત વર્ષે 14 ડિસેમ્બરના રોજ 2 દિવસના INNO Day 2022 નું આયોજન કર્યું હતું. ઇવેન્ટમાં કંપનીએ પોતાની લેટેસ્ટ ટેક્નોલોજીનું અનવારણ કર્યું. જેમ કે MariSilicon X NPU, OPPO Air Glass, અને OPPO Find N ફોલ્ડેબલ ફોન.
એટલા માટે એવું પ્રતિત થાય છે કે કંપની પોતાના આગામી INNO Day 2022 ઇવેન્ટના માધ્યમથી નવી ટેક્નોલોજીની જાહેરાત કરશે. DCS દ્વારા વીબો પોસ્ટ અનુસાર INNO Day 2022 ઇવેન્ટ ડિસેમ્બરના મધ્ય સુધી આયોજિત કરવામાં આવી શકે છે. આ કાર્યક્રમમાં અન્ય ઉત્પાદનો સાથે સાથે Find N2 અને Find N2 Flip જેવી નવી પ્રોડક્ટ્સ આવવાની સંભાવના છે.
OPPO Find N2 Specs :
સમાચારોનું માનીએ તો Oppo Find N2 માં 7.1 ઇંચનું ઇનર ફોલ્ડેબલ ડિસ્પ્લે હશે. બહાર તરફથી તેમાં 5.5 ઇંચની OLED કવર ડિસ્પ્લે હશે જે FHD + રિઝોલ્યૂશન અને 120Hzરિફ્રેશ રેટ પ્રદાન કરે છે. તેમાં સ્નૈપડ્રેગન 8+ Gen 1 ચિપસેટ અને 67W ચાર્જિંગ સપોર્ટ સાથે 4,520mAh ની બેટરી હશે.
તેમાં એક 32MP નો ફ્રન્ટ કેમેરોઅને બીજો 32MP નો કેમેરો અંદરની તરફ હોઇ શકે છે. ડિવાઇસના બેક પેનલમાં 50MP (સોની IMX890, OIS) + 48MP (અલ્ટ્રા-વાઇડ)+ 32MP (સોની IMX709, ટેલીફોટો) ટ્રિપલ કેમેરા સેટઅપ હોઇ શકે છે. ડિવાઇસનું વજન 240 ગ્રામથી ઓછું હશે અને આ બ્લેક, વ્હાઇટ, અને ગ્રીન જેવા કલરમાં આવે છે.
OPPO Find N2 Flip Specs :
Find N2 Flip માં 6.8 ઇંચની ફોલ્ડેબલ E6 AMOLED Displayઅને 3.26 ઇંચની કવર OLED પેનલ હશે. આ ડાઇમેંશન 9000 ચિપસેટ અને 4,300mAh ની બેટરી દ્વારા સંચાલિત હશે. જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. તેમાં 32MP (Sony IMX709) નો ફ્રન્ટ કેમેરો અને 50MP (Sony IMX890) + 8MP (અલ્ટ્રા-વાઇડ) ડુઅલ-કેમેરા સેટઅપ હશે. Find N2 Flip બ્લેક, વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ હોઇ શકે છે. બંને ડિવાઇસ ColorOS 13-આધારિત Android 13 OS પર ચાલશે.
આ પણ વાંચો :-