ગુજરાતના આ ગામની ભારે ચર્ચા, ચૂંટણી પ્રચાર પર પાબંધી, પણ મતદાન ફરજિયાત નહીંતર દંડ

Share this story

This village in Gujarat is heavily debated

  • રાજકોટથી 22 કિમી દૂર આવેલું રાજ સમઢિયાળા ગામ આ વખતની ચૂંટણીમાં લાઈમલાઈટમાં આવ્યું છે.

ગુજરાતના (Gujarat) રાજકોટ શહેરથી 22 કિમી દૂર આવેલા રાજ સમઢિયાળા (Raj Samadhiala) ગામે એક અનોખો દાખલો બેસાડયો છે. રાજ સમઢિયાળા ગામમાં રાજકીય પાર્ટીઓના ચૂંટણી પ્રચાર પર કડક પ્રતિબંધ છે એટલે કે કોઈ પણ રાજકીય પક્ષના (Political Party) ઉમેદવાર આ ગામમાં પ્રચાર કરી શકતા નથી કે કોઈ પણ પ્રકારની ચૂંટણીલક્ષી કામગીરી કરી શકતા નથી.

મતદાન ન કરનારને 51 રુપિયાનો દંડ  :

રાજ સમઢીયાળા ગામે રાજકીય પક્ષોના પ્રચાર પર પ્રતિબંધ તો મૂક્યો છે તો સામે પક્ષે એક નવો નિયમ પણ કર્યો છે જે અનુસાર ગામમાં રહેતા દરેકે ફરજિયાત મતદાન કરવું પડે છે અને કોઈ મતદાન ન કરે એવું જાણવા આવે તો તેને 51 રુપિયાનો દંડ કરાય છે. રાજ સમઢીયાળાના સરપંચે જણાવ્યું હતું કે 1983થી રાજકીય પક્ષોને અહીં પ્રચાર ન કરવા દેવાનો આ નિયમ છે. જ્યારે મતદાન દરેક માટે ફરજિયાત છે.

રાજ સમઢિયાળાના કોઈ ઘરમાં નથી તાળુ :

રાજ સમઢિયાળા ગામની બીજી પણ એક વિશેષતા સામે આવી છે. અહીંનો કોઈ પણ વ્યક્તિ તેના ઘરમાં તાળું લગાવતો નથી જે જ્યારે પણ બહાર જાય ત્યારે ઘર ખુલ્લું મૂકીને જાય છે ત્યાં સુધી કે અહીંના દુકાનદારો પણ બપોરે પોતાની દુકાનો ખુલ્લી મૂકી ઘરમાં જમવા આવે છે.

ગ્રાહક જ્યારે દુકાને આવે છે ત્યારે પોતાની જરૂરિયાતનો સામાન લઈને દુકાનની ગલીમાં પોતાની કિંમતના પૈસા મૂકીને જતો રહે છે. એક ઘટનાને બાદ કરતાં આજ દિન સુધી અહીં ચોરીની ઘટના ક્યારેય બની નથી. આ ગામમાં ચોરીની એક માત્ર ઘટનાના બીજા જ દિવસે ચોરે પોતે પંચાયતમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને તેને પ્રાયશ્ચિત્ત કરવા વળતર આપ્યું હતું.

ગુટખા પર તો પહેલેથી પ્રતિબંધ :

આ ગામમાં ગુટખા વિરોધી અભિયાન ચલાવવાની જરૂર નથી. કારણ કે અહીં ગુટકા પર પહેલેથી જ પ્રતિબંધ છે અને કોઈ પણ આ નિયમને તોડતું નથી. રાજ સમઢીયાળા ગામે પણ જળસંચયની દિશામાં વધુ સારી કામગીરી કરી એક ઉદાહરણ પૂરું પાડયું છે. સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશમાં આવેલા આ ગામે જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યાં હવે ખેતી અને પશુપાલન માટે પૂરતું પાણી છે. રાજ સમઢીયાળા ગામને ગુજરાતમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ પણ મળ્યો છે.

આ પણ વાંચો :-