With Jadeja out for the Bangladesh tour
- ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશના પ્રવાસ પર ટીમમાં કેટલાક ફેરફાર કર્યાં છે. પસંદગીકારોએ સંપૂર્ણ ફિટ ન થતાં જાડેજાને બહાર કરી દીધો છે. જાડેજાના સ્થાને આ યુવા ઓલરાઉન્ડરને તક આપવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડના (New Zealand) પ્રવાસ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશના (Bangladesh) પ્રવાસે જશે. જ્યાં ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમવાની છે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Star all-rounder Ravindra Jadeja) સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. એટલે કે પસંદગીકારોએ જાડેજાના સ્થાને ટીમમાં નવા ખેલાડીને સામેલ કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશના પ્રવાસે જનારી ટીમમાં કેટલાક ફેરફાર કર્યાં છે.
બહાર થયો રવિન્દ્ર જાડેજા :
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર ઈજામાંથી સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. એટલે કે ભારતીય પસંદગીકારોએ જાડેજાના સ્થાને શાહબાઝ અહમદને (Shahbaz Ahmad) તક આપી છે. શાહબાઝ હવે ભારતીય ટીમ સાથે બાંગ્લાદેશના પ્રવાસે જશે. નોંધનીય છે કે એશિયા કપ દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો.
બાંગ્લાદેશ સામે ભારતીય વનડે ટીમ : રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત, ઈશાન કિશન, શાહબાઝ અહમદ, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન.
તો ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ સામે રમાનાર ચાર દિવસીય મેચ માટે ભારતીય એ ટીમની જાહેરાત કરી છે. એ ટીમની કમાન અભિમન્યુ ઈશ્વરનને સોંપવામાં આવી છે. ચાર દિવસીય બીજી મેચમાં ચેતેશ્વર પુજારા અને ઉમેશ યાદવને પણ સામેલ કરવામાં આવ્યા છે. જે બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ મેચમાં ટીમમાં સામેલ છે.
ઈન્ડિયા-એ (પ્રથમ મેચ માટે) અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), રોહન કુન્નુમ્માઈ, યશસ્વી જાયસવાલ, યશ ઢુલ, સરફરાઝ ખાન, તિલક વર્મા, ઉપેન્દ્ર યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચાહર, જયંત યાદવ, મુકેશ કુમાર, નવદીપ સૈની, અતિત શેઠ.
ઈન્ડિયા-એ (બીજી મેચ માટે) અભિમન્યુ ઈશ્વરન, રોહન કુન્નુમ્માઈ, યશસ્વી જાયસવાલ, યશ ઢુલ, સરફરાઝ ખાન, તિલક વર્મા, ઉપેન્દ્ર યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચાહર, જયંત યાદવ, મુકેશ કુમાર, નવદીપ સૈની, અતિત શેઠ, ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, કેએસ ભરત.
આ પણ વાંચો :-