Tantrik throws superglue
- અત્યંત ચોંકાવનારો કિસ્સો. તાંત્રિક પર ડબલ મર્ડરનો આરોપ છે. જંગલમાં શારીરિક સંબંધ બનાવી રહેલા કપલ પર તાંત્રિકે સુપરગ્લુ ફેંક્યુ અને બંને ચોંટી ગયા. પછી જે થયું તે જાણીને પગ નીચેથી જમીન સરકી જશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ પણ છતાં આપણા દેશમાં હજુ કેટલાક લોકો તંત્ર-મંત્ર જેવી અંધ વિશ્વાસુ વસ્તુઓમાં ગૂંચવાયેલા રહે છે. આવો જ કઈક મામલો રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરથી (Udaipur) સામે આવ્યો છે. જ્યાં ઉદયપુરના ગોગુન્દા પોલીસ (Gogunda Police) મથક વિસ્તારમાં ભાલેશ જોશી નામના તાંત્રિક પર ડબલ મર્ડરનો કેસ નોધાયો હતો. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે ગોગુન્દાના ભાદવી ગુડામાં તંત્ર વિદ્યાનું કામ કરે છે અને જે કપલની તેણે હત્યા કરી હતી તે તેને બદનામ કરવાની ધમકી આપતું હતું.
શું છે આ મામલો :
ડબલ મર્ડરનો આ મામલો ગોગુન્દાનો છે જ્યાં પોલીસને જંગલમાંથી બે મૃતદેહો મળી આવ્યા હતા. આ બંને મૃતદેહની ઓળખ રાહુલ મીણા (શિક્ષક) અને સોનું કુંવર તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ અને સોનું બંને એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં હતા અને એક સાથે આવવા માટે તેઓ વશીકરણનો સહારો લેવા માંગતા હતા. આ માટે તેઓ 52 વર્ષના ભાલેશ જોશીને મળ્યા જે ગામમાં તંત્રવિદ્યાનું કામ કરતો હતો.
આ કારણે કરી હત્યા :
તાંત્રિક પોતે સોનું સાથે નીકટતા વધારવા માંગતો હતો. રાહુલને આ વાતની ખબર પડી ગઈ હતી. તેણે તેને ગામમાં બદનામ કરવાની ધમકી આપી. ભાલેશે બદનામીના ડરથી આ હત્યાને અંજામ આપ્યો. ભાલેશે વશીકરણના મંત્રનું બહાનું કરીને બંનેને જંગલમાં બોલાવ્યા ત્યારબાદ તેણે બંનેને (રાહુલ અને સોનું)ને સેક્સ કરવાનું કહ્યું.
આ દરમિયાન તક મળતા તેણે બંને ઉપર સુપરગ્લુ (ફેવીક્વિક) ફેંકી દીધું. બંને ખરાબ રીતે એકબીજા સાથે ચોંટી ગયા અને એકબીજાથી છૂટવા માટે સતત કોશિશ કરતા રહ્યા પરંતુ સફળ થયા નહીં. ત્યારબાદ ભાલેશે બંનેને નિર્દયતાથી પથ્થરથી કચડીને મારી નાખ્યા. તેમના મૃતદેહ પોલીસને જંગલમાંથી અર્ધનગ્ન અવસ્થામાંથી મળી આવ્યા હતા જે સંપૂર્ણ રીતે લોહીથી લથપથ હતા.
આ પણ વાંચો :-