WhatsApp યુઝર્સ સાવધાન ! એકાઉન્ટ યુઝ કરતા પહેલાં જાણી લો આ 3 બાબત નહીં તો…

Share this story

Attention WhatsApp users

  • WhatsApp વાત-ચીત કરવાનું એક મોટુ પ્લેટફોર્મ બની ગયું છે. જોકે તેનો ઉપયોગ કરતી વખત અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. WhatsApp પર એક નાની ભૂલ તમને સીધા જેલ પહોંચાડી શકે છે.

ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે કનેક્ટ કરવા માટે WhatsApp એક સારૂ માધ્યમ છે. યુઝર્સ (users) તેનાથી મેસેજ મોકલવાની સાથે ફોટો, વીડિયો અને ઓડિયો ફાઈલ (Audio file) પણ એક-બીજાને શેર કરી શકે છે. માટે તેનો વ્યાપ હવે ખૂબ જ વધી ગયો છે. હવે WhatsAppનો ઉપયોગ પ્રોફેશનલ કામકાજ માટેથી લઈને સ્ટડી સુદી થઈ રહ્યો છે.

જોકે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે એક નાની ભૂલ તમને જેલમાં મોકલી શકે છે. તેના માટે અમે તમને જણાવી દઈએ કે વોટ્સએપ ચલાવતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.

સૌથી લોકપ્રિય માધ્યમ છે વોટ્સએપ :

WhatsApp વિશ્વના સૌથી મોટા ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પૈકીનું એક છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ યુઝર્સ WhatsApp ચલાવે છે. મોટી કંપનીઓ, શાળાઓ, હોસ્પિટલોથી લઈને સરકારી વિભાગો સુધી વોટ્સએપનો ઉપયોગ થાય છે. તેથી જ તેની પહોંચનું પ્રમાણ ઘણું વધી ગયું છે.

એકવાર શેર કરવામાં આવેલ ફોટો અથવા વીડિયો તરત જ વાયરલ થઈ જાય છે. એટલા માટે WhatsApp નો ઉપયોગ ખૂબ કાળજી સાથે કરવો જોઈએ. અહીં અમે તમને એવી 3 વાતો જણાવી રહ્યા છીએ. જે ભૂલથી પણ વોટ્સએપ પર ન કરવી જોઈએ.

ફેક ન્યૂઝ શેર ના કરો :

આજકાલ વોટ્સએપ ફેક ન્યૂઝ ફેલાવવાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. જોકે, ફેક ન્યૂઝને રોકવા માટે WhatsAppએ ખૂબ જ કડક પોલિસી બનાવી છે. સાથે જ સરકાર ફેક ન્યૂઝની ફરિયાદ પર પણ કડક કાર્યવાહી કરે છે.

જો તમારી પાસે કોઈ મેસેજ કે મીડિયા ફાઈલ મળે તો તેને ચેક કર્યા વગર ફોરવર્ડ ન કરો. આમ કરવાથી તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. ખોટા અને નકલી સમાચાર ફેલાવવા બદલ તમને જેલ થઈ શકે છે.

સમાજમાં નફરત ફેલાવતી વસ્તુઓ ન કરો શેર :

ધર્મ, જાતિ, સમુદાય વગેરેના નામે લોકોમાં ભેદભાવ ફેલાવતી સામગ્રી શેર કરવી એ એક મોટો ગુનો છે. સમાજની શાંતિ વ્યવસ્થાને ઠેસ પહોંચાડતો અથવા ભેદભાવ ફેલાવતો આવો કોઈ મેસેજ તમારી પાસે આવે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દેવો જોઈએ. ભૂલથી પણ આવા મેસેજ કે ફોટો-વીડિયો ફોરવર્ડ ન કરો. જો તમે આવું કર્યું તો તમારે જેલ જવાનો વારો આવી શકે છે.

પોર્ન ફાઈલો શેર ન કરો :

વોટ્સએપ પર પોર્ન એટલે કે અશ્લીલ સામગ્રી શેર કરવી ભારે પડી શકે છે. ખાસ કરીને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે પોલીસ કડક કાર્યવાહી કરે છે. એટલા માટે વોટ્સએપ પર અશ્લીલ ફોટા અને વીડિયો બિલકુલ શેર ન કરો.

જો કોઈ તમને પોર્ન સામગ્રી મોકલે છે તો તેને ડિલિટ કરી નાખો. આ સિવાય વોટ્સએપ એકાઉન્ટ હેક કરવા, વોટ્સએપ પર કોઈને ધમકાવવા, નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવવા અથવા છેતરપિંડી કરવા બદલ જેલ પણ થઈ શકે છે.

આ પણ વાંચો :-