સુરતની સૌથી ચર્ચિત બેઠક પર પ્રચાર માટે PM મોદી પોતે મેદાનમાં, પાટીદારોના ગઢમાં AAP આપી રહ્યું છે સીધી ટક્કર

Share this story

AAP is giving a direct fight to PM Modi

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં જાહેરસભા અને રોડ-શો કરવા જઈ રહ્યા છે. 27મી નવેમ્બરે પીએમ મોદીનો એરપોર્ટથી મોટા વરાછા સુધી રોડ શો યોજાશે. સાથે પાટીદારોના ગઢ સમાન મોટા વરાછામાં જાહેર સભા યોજાશે.

પાટીદારોના ગઢ સુરતમાં PM મોદીની જાહેર સભા :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારોના ગઢ સુરતની (Surat) મુલાકાતે આવવાના છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 નવેમ્બરે સુરતમાં આવવાના છે. જેને લઈ સુરત ભાજપની ટીમ કવાયતમાં લાગી છે. પીએમ મોદીનો એરપોર્ટથી મોટા વરાછા (Mota Varacha) રૂટ પર રોડ શો યોજાશે. સાથે પાટીદારોના (Patidar) ગઢ સમાન મોટા વરાછામાં જાહેર સભા યોજાશે.

રાત્રિ રોકાણ પણ સુરતમાં જ કરશે PM મોદી :

મહત્વનું છે કે સુરત સહિત ગુજરાતની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. તેવામાં હવે પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર PMનો રોડ-શો અને જાહેર સભા યોજાશે. મોટા વરાછામાં જાહેર સભા પૂર્ણ થયા બાદ પીએમ મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં જ કરશે. તેઓ બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી સુરતમાં રોકાણ કરશે.

ગત વખતે ભાજપને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ :

વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં સુરતની વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ હતી. આ વિસ્તારમાં આંદોલનને લગતા વિરોધ પ્રદર્શન પણ થયા હતા. ભાજપને પ્રચારમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતા ભાજપે આ બેઠકને જાળવી રાખી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે પાટીદારોનું દિલ જીતવામાં આ વખતે કોણ સફળ થાય છે. ભાજપ, આપ કે કોંગ્રેસ.

આ પણ વાંચો :-