The fun of traveling abroad for Rs 35 to 50 thousand
- જો તમને પણ વિદેશ ફરવા જવાનો શોખ છે પણ બજેટને કારણે તમે એ શોખ પૂરો નથી કરી શકતા તો આ સમાચાર તમારા કામના છે.
કામ કરીને લોકો જ્યારે થાકે ત્યારે ફ્રેશ થવા માટે ફરવા જાય છે. ફરવાનો શોખ લગભગ દરેક લોકોને હોય છે અને ઘણાને વિદેશ ફરવા (Travel abroad) જવાનો શોખ હોય છે પણ બજેટના કારણે દરેક લોકો એ કરી શકતા નથી. જો તમને પણ વિદેશ ફરવા જવાનો શોખ છે પણ બજેટને કારણે તમે એ શોખ પૂરો નથી કરી શકતા તો આ સમાચાર તમારા કામના છે. આજે અમે એવા વિદેશી સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે 35-50 હજારમાં આરામથી ફરવા જઈ શકો છો.
સિંગાપોર : જો તમે ફરવાની સાથે-સાથે શોપિંગ અને સ્વાદિષ્ટ ખોરાક ખાવાના શોખીન છો તો સિંગાપોર તમારા ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે. જણાવી દઈએ કે ત્યાં યુનિવર્સલ સ્ટુડિયો ઉપરાંત સુંદર બીચ પણ છે અને તમે 40 થી 50 હજાર રૂપિયા ખર્ચીને ત્યાં આરામથી ફરવા જઈ શકો છો.
મ્યાનમાર : આ સ્થળની સુંદરતાના કારણે તેની ગણતરી શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાં થાય છે. મ્યાનમાર ફરનારાઓમાં ભારતીયોની સંખ્યા ઘણી વધુ છે અને જો તમે પણ આ દેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમે 35 થી 45 હજાર રૂપિયામાં ત્યાં ફરવા જઈ શકો છો.
થાઈલેન્ડ : થાઈલેન્ડ માત્ર ભારતીયો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો માટે ફરવા માટેનું બેસ્ટ અને પસંદિતા સ્થળ છે. થાઈલેન્ડના આધુનિક શહેરો અને સાંસ્કૃતિક વારસો લોકોને પોતાની તરફ ખેંચે છે. આ સાથે જ સુંદર બીચ અને નાઈટલાઈફ પણ તેની શાન છે. જણાવી દઈએ કે ત્યાં તમે 45 થી 50 હજાર રૂપિયામાં ફરવા જઈ શકો છો.
શ્રીલંકા : ભલે છેલ્લા 2 વર્ષથી આર્થિક સંકટને કારણે શ્રીલંકા ઘણા પડકારોમાંથી પસાર થયું છે પણ આ દેશ પ્રવાસીઓ પર આધારિત છે અને શ્રીલંકાની સંસ્કૃતિ, સુખદ વાતાવરણ, ખાણી-પીણી અને સુંદર લેન્ડસ્કેપ ત્યાંની શાન છે. આ સાથે તેના રેતાળ બીચ પણ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. અહીં ફરવા માટે એક વ્યક્તિને 35 થી 40 હજારનો ખર્ચ થાય છે.
વિયેતનામ : વિયેતનામ પણ ખૂબ જ સુદંર સ્થળ છે અને ફરવા માટે લોકોનું એક આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાંની સુંદર નદીઓ, દરિયાકિનારા અને બૌદ્ધ મંદિરોની પસંદગી અહીં લોકોને આકર્ષે છે અને આ સિવાય આ દેશમાં ખાવાનો સારો વિકલ્પ પણ મળી રહે છે. તમે 30 થી 40 હજાર રૂપિયામાં આ દેશમાં જઈ શકો છો.
ઈજિપ્ત : જો તમે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાના શોખીન છો. તો તમને ઇજિપ્ત એક ખૂબ સારો વિકલ્પ છે. આ દેશ તેની સંસ્કૃતિ અને ઈતિહાસ માટે ખૂબ પ્રખ્યાત છે. ઈજિપ્તની નાઈલ નદી, ભવ્ય પિરામિડ અને ઘણા પ્રાચીન મંદિરો અને મસ્જિદો જોવા મળે છે અને ત્યાં તમે લગભગ 50 હજારના બજેટમાં ફરવા જઈ શકો છો.
આ પણ વાંચો :-