Pratap Dudhat’s warning to the police
- અમેરલીની સાવરકુંડલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂધાતનો વીડિયો વાયરલ. પ્રચાર દરમિયાન પ્રતાપ દૂધાતે પોલીસ અધિકારીને આપી ધમકી. કહ્યું–મારા હાથમાં ધોકો આવશે તો ખાખી વરદી પર ડાગ લાગશે.
2022ની ચૂંટણીમાં પહેલીવાર એવુ જોવા મળ્યું કે નેતાઓ બેફામ બન્યા હોય. મત માંગવા નીકળ્યા અને દબંગાઈ પર ઉતર્યા હોય. આવામાં સાવરકુંડલા (Savarkundla) કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપ દુધાતનો (Pratap Dudhat) વીડિયો વાયરલ થયો છે. અમરેલીમાં (Amreli) પ્રચાર દરમ્યાન કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપ દુધાત આક્રમણ બની પોલીસ અધિકારી સામે પ્રહારો કર્યા હતા. પ્રચારની સભા દરમ્યાન પ્રતાપ દુધાત પોલીસ અધિકારીને શાનમાં સમજી જવા ટકોર કરી હતી. ત્યારે પ્રતાપ દૂધાતે શું કહ્યું તે જાણીએ.
પોલીસ BJPની એજન્ટ બનીને કામ કરતી હોવાનો કોંગ્રેસ MLA પ્રતાપ દૂધાતે આરોપ લગાવ્યો. કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રતાપ દુધાતે જાહેર સભામાં પોલીસ અધિકારીઓને ચેતવણી આપી હતી. તેઓએ ભાજપના એજન્ટ બનીને કામ કરનાર અધિકારીઓને ખોંખારો ખાતા કહ્યું કે, તમારાથી થતું હોય એટલું મારું નુકસાન કરી લેજો. મારા હાથમાં ધોકો આવ્યો ત્યારે તમારી ખાખી પર દાગ લગાવીશ. એરુ ડંખ મારે તો બચી જવાશે, મારા ડંખથી આવનારી પેઢી પણ નહીં બચે.
સાવરકુંડલામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂઘાત સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યુ હતું. જોકે, તેઓએ કોઈ પણ પોલીસ અધિકારીનું નામ લીધા વગર આ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મારા હાથમાં ધોકો આવશે તો ખાખી વરદી ઉપર ડાગ લાગશે. જે પોલીસ અધિકારી ભાજપના એજન્ટ બનીને કામ કરે છે તે પેલી તારીખ સુધી બીજી તારીખ પ્રતાપ દુધાતની છે. આમ, તેમની આ ચેતવણી ચર્ચાનું કેન્દ્ર બની છે.
આ પણ વાંચો :-