‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ

Share this story

ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ‘અનુપમા’ અને ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ જેવી સિરિયલોમાં કામ કરનાર રૂપાલી બુધવારે (1 મે)ના રોજ ભાજપમાં જોડાઈ હતી. આ સીરિયલમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’નું પાત્ર ભજવી રહ્યા છે જે પોતાના જોરદાર અભિનયથી ઘર-ઘરમાં જાણીતા છે. ૨૦૨૦માં કોરોના રોગચાળા વચ્ચે શરૂ થયેલા આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા અને ‘સૌથી વધુ જોવાયેલ’ અને હવે દર્શકોનો ‘સૌથી વધુ પ્રિય’ શો બન્યો. આ શોને કારણે રૂપાલી ગાંગુલી હંમેશા સમાચારમાં રહે છે. જો કે આ સમયે તેમના ચર્ચામાં આવવાનું કારણ તેમની રાજનીતિમાં એન્ટ્રી છે. રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગયા છે.

ભાજપમાં જોડાયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં રૂપાલીએ કહ્યું હતું કે મેં વિકાસનો મહાયજ્ઞ જોઈને પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેણીએ કહ્યું, “જ્યારે હું વિકાસનો આ ‘મહા યજ્ઞ’ જોઉં છું, ત્યારે મને લાગે છે કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે જેથી હું જે પણ કરું, તે યોગ્ય અને સારું કરી શકું.” તેમનો ભાજપમાં પ્રવેશ એવા સમયે થયો છે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. બે તબક્કાનું મતદાન પણ પૂર્ણ થયું છે.

રૂપાલી ગાંગુલીએ સૌપ્રથમ ‘સુકન્યા’માં કામ કર્યું હતું. આ શોમાં કામ કર્યા બાદ અભિનેત્રી ‘સંજીવની’માં જોવા મળી હતી. આ શોમાં કામ કરવા બદલ તેમને ઈન્ડિયન ટેલી એવોર્ડ્સમાં બેસ્ટ નેગેટિવ રોલ માટે નોમિનેશન પણ મળ્યું હતું. આ પછી રૂપાલી ગાંગુલી ‘ભાભી’, ‘કહાની ઘર ઘર કી‘, ‘બિગ બોસ 1’ અને ‘અદાલત’ જેવા ઘણા શોમાં જોવા મળી હતી. જોકે આ પછી પણ રૂપાલી ગાંગુલીને એક શાનદાર શોની જરૂર હતી જે તેને અનુપમા દ્વારા મળી. ‘અનુપમા’માં કામ કરીને તે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ. આ શોથી અભિનેત્રીને તે ઓળખ મળી જેની તે રાહ જોઈ રહી હતી. આ શો પછી જ રૂપાલી ગાંગુલીનું નામ ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયું. આ શો વર્ષ ૨૦૨૦ થી સતત ટીઆરપીમાં નંબર વન રહ્યો છે. આ શો માટે રૂપાલી ગાંગુલીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે.

આ પણ વાંચો :-