મેના પહેલા દિવસે LPG સિલિન્ડર થયો સસ્તો, જાણો શું છે નવી કિંમત?

Share this story

ઓઈલ કંપનીઓએ આજે બુધવારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં આજથી ૧૯ રૂપિયા સસ્તો કરવામાં આવ્યો છે. જેથી આજથી રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ૧,૭૪૫.૫૦ રૂપિયા થઈ છે. કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકોને સામાન્ય રાહત મળી છે.

LPG gas cylinder Rs.1,125, 19 kg cylinder Rs. 2,150 | ગેસમાં ભાવ વધારો: LPG ગેસ સિલિન્ડર રૂા.1,125, 19 કિલોના સિલિન્ડર રૂા. 2,150 - Porbandar News | Divya Bhaskarએરલાઈન્સ કંપનીઓને મે મહિનાના પહેલા દિવસે આંચકો લાગ્યો અને એર ઈંધણના ભાવમાં વધારો થયો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઉડ્ડયન ઇંધણના ભાવમાં રૂ. ૭૪૯.૨૫/કિલો લિટરનો વધારો કર્યો છે. નવા દરો આજથી (૧ મે ૨૦૨૪)થી અમલમાં આવી ગયા છે. અગાઉ એપ્રિલમાં ૫૦૨.૫૧ રૂપિયા/કિલો લિટરનો ઘટાડો થયો હતો, જ્યારે માર્ચ મહિનામાં ઉડ્ડયન ઇંધણની કિંમતમાં ૬૨૪.૩૭ રૂપિયા પ્રતિ કિગ્રા લિટરનો વધારો થયો હતો. દિલ્હીમાં ૧૯ કિલોવાળા ઇન્ડેનના એલપીજી સિલિન્ડર એક મહિના એટલે કે આજથી ૧૭૬૪.૫૦ રૂપિયાની જગ્યાએ ૧૭૪૫.૫૦ રૂપિયામાં મળશે. માર્ચ ૧૭૯૫ રૂપિયા મળી રહ્યું છે.

મુંબઇમાં હવે આ૧૭૧૭.૫૦ રૂપિયાના બદલે ૧૬૯૮.૫૪0 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે ૧૯૩૦.૦૦ રૂપિયાના બદલે ૧૯૧૧ રૂપિયામાં ઉપલબ્ધ થશે, આગરાથી અગરતલા અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. લખનઉ ઘરેલુ એલપીજી સિલિન્ડર ૮૪૦.૫ રૂપિયામાં મળશે. રાજસ્થાનના જયપુરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ૮૦૬.૯૦ રૂપિયા છે, ગુરુગ્રામમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત ૮૧૧.૫૦ રૂપિયા પર સ્થિર છે. પંજાબના લુધિયાણામાં ઘરેલુ સિલિન્ડરનો ભાવ ૮૨૯ રૂપિયા છે. બિહારના પટનામાં ઘરેલું સિલિન્ડર તેના જૂના ૯૦૧ રૂપિયાના દરે મળશે.

સામાન્ય અથવા ઘરેલુ સિલિન્ડરની વાત કરવામાં આવે તો તેની કિંમત હજુ પણ સ્થિર છે. છેલ્લી વખત મહિલા દિવસના અવસર પર ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં ૧૪ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં ઘરેલુ સિલિન્ડરની વર્તમાન કિંમત ૮૦૩ રૂપિયા છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ સિલિન્ડર ૬૦૩ રૂપિયામાં ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ, લાભાર્થીને એક વર્ષમાં ૧૨ સિલિન્ડર મળે છે. જેનો તે લાભ લઈ શકે છે.

આ પણ વાંચો :-