With these cardamom remedies
- નોકરી મળી રહી નથી. ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે. તેના માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા પ્રકારના ઉપાય બતાવવામાં આવ્યા છે. એવો જ એક ઉપાય નાનકડી ઈલાયચીનો પણ છે. જે લોકોને નોકરી મળી રહી નથી. નાની ઈલાયચીનો ઉપયોગ કરવાથી તેમની આ પરેશાની દૂર થઈ શકે છે.
નાનકડી ઈલાયચી (Cardamom) જ્યાં ખાવાનો સ્વાદ વધારે છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય માટે પણ કારગર છે. તેના સેવનથી ઘણા પ્રકારની શારિરીક સમસ્યાઓ (Physical problem) દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં નાનકડી ઇલાયચીના કેટલાક આસાન ઉપાયો વિશે જણાવીશું, જેને કરવાથી તમારું જીવન સરળ થઇ જશે.
નોકરી :
નોકરી માટે પ્રયાસરત છે. આકરી મહેનત છતાં સફળતા મળી રહી નથી તો દરરોજ રાત્રે સૂતાં પહેલાં ઓશિકા નીચે નાનકડી ઈલાયચી રાખો. બીજા દિવસે આ ઈલાયચીને કોઇ ગરીબને દક્ષિણામાં દાન કરો. આમ કરવાની મનપસંદ નોકરીની પ્રાપ્તિ થશે.
આર્થિક તંગી :
પીળા કપડાંમાં પાંચ નાનકડી ઈલાયચી બાંધીને મા લક્ષ્મીના ચરણોમાં મુકો. આમ કરવાથી ધન લાભ થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે. આ પ્રક્રિયા ગુરૂવારના દિવસે કરો. તો બીજી ત્રફ ગુરૂવારના દિવસે પીળા કપડાં નાનકડી ઇલાયચી રાખીને તેને દક્ષિણા સાથે ગરીબને દાન કરો. તેનાથી સુંદર પત્ની મળે છે.
કોઇ મહત્વપૂર્ણ કાર્ય માટે જઇ રહ્યા છો તો ઘરેથી નાનકડી ઈલાયચી ખાઇને નિકળો. આમ કરવાથી તમામ કાર્ય સિદ્ધ થશે. શુક્રવારે પાંચ નાનકડી ઈલાયચી માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો. તેને પછી તિજોરી અથવા પર્સમાં રાખી દો. તેનાથી પૈસાની તંગી દૂર થાય છે.
આ પણ વાંચો :-