અમરેલીમાં જેવી કાકડિયાનો થયો વિરોધ, સભા અધૂરી છોડીને ભાગવુ પડયું

Share this story

Like in Amreli there was a protest like

  • અમરેલીના ધારીમાં વોટ માંગવા નીકળેલા ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાને થયો કડવો અનુભવ.

ચૂંટણી આવે એટલે નેતાઓ વોટ માંગવા આવી જાય. પરંતુ એકવાર ચૂંટણી જીતી ગયા બાદ ફરકતા પણ નથી. તેથી જ સમસ્યાઓથી પીડાતા મતદારો ચૂંટણી આવે એટલે ઉમેદવારો પર રોષ વ્યક્ત કરે છે. ત્યારે આવો જ કડવો અનુભવ અમરેલીમાં (Amreli) ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાને (J.V.Kakadiya) થયો હતો. વિરોધ થતા તેઓને અધૂરી સભા છોડીને બહાર નીકળી જવુ પડયું હતું.

ધારી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાને લોકોના વિરોધનો સામનો કરવો પડયો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે. ધારીના કાગદડી અને ખાંભાના દાઢયાળી ગામમા પ્રચાર દરમ્યાન તેમનો વિરોધ થયો હતો. ખાંભાના દાઢીયાળી ગામમા વધુ વિરોધ થતા ભાજપના ઉમેદવારે અધૂરી સભા છોડી બહાર નીકળવાની ફરજ પડી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. ગઈકાલે પ્રચાર દરમ્યાન બનેલી ઘટનાઓ આજે સામે આવી છે. 2022 માં ફરી વિરોધનો સુર સાથે લોક સમર્થન નહિ મળતા ભાજપની ચિંતા વધી છે.

જેવી કાકડિયાનો ગામમાં પ્રવેશ થયો. તેમ લોકો તેમની ઘેરી વળ્યા હતા. જેથી જેવી કાકડિયાને અધૂરી સભા છોડીને જવુ પડયું હતું.

સૌરાષ્ટ્રમાં હંમેશા ભાજપ માટે કપરા ચઢાણ રહ્યાં છે. ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સાથ મળતો રહ્યો છે. પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ભાજપ માટે હંમેશા મુશ્કેલ સાબિત થયા છે. ત્યારે જો ફરી 2017 નું પુનરાવર્તન થશે તો ભાજપ બે આંકડામાં સમાઈ શકે છે.

આ પણ વાંચો :-