80-year-old Biden can contest elections
- વડોદરાની માંજલપુર બેઠક પરથી બીજેપીના ઉમેદવાર યોગેશ પટેલ 8 મી વાર ચૂંટણી લડી રહ્યાં છે. તેમની ઉમર 76 વર્ષ છે. જ્યારે કે ભાજપના ઉમેદવારોની વય મર્યાદા 75 વર્ષ છે.
ભાજપ માટે જે ગણતરીની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત અટકી હતી તેમાં વડોદરાની માંજલપુર બેઠક પર સામેલ હતી. વડોદરાના (Vadodara) ધારાસભ્ય યોગેશ પટેલ (Yogesh Patel) ટિકિટ માટે જીદે અટક્યા હતા. વડોદરામાં પહેલેથી જ મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastava) અને દિનુ મામા (Dinu Mama) ટિકિટ ન મળતા બળવો પોકારી ચૂક્યા હતા.
આવામાં યોગેશ પટેલની ટિકિટ પણ કપાય તો જીત મુશ્કેલ બને. ત્યારે ભાજપના ગઢ ગણાતા વડોદરામાં નુકસાન ન થાય તે માટે જીદે અડેલા 76 વર્ષીય યોગેશ પટેલને માંજલપુર બેઠકથી ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપે પાર્ટી દ્વારા ઉમેદવારો માટે વયમર્યાદા 75 વર્ષ રાખી હતી.
વડોદરામાં માંજલપુર બેઠકથી બીજેપીના ઉમેદવાર યોગેશ પટેલ 8 મી વાર ચૂંટણીમાં ઉભા રહ્યાં છે. ત્યારે તેમનો દાવો છે કે, હોંશ અને જોશ એકવાર ફરીથી જોવા મળશે, પછી ભલે તેમની ઉંમર કેટલી હોય.
હું હમેશા લોકોની સાથે સંપર્કમાં રહુ છુ :
યોગેશ પટેલે કહ્યું કે, હું હંમેશાથી લોકોના સંપર્કમાં રહુ છું. જ્યારે હું ધારાસભ્ય ન હતો, ત્યારે પણ લોકોના સંપર્કમાં રહેતો હતો. તે મને સારી સ્થિતિમા ઉભા રાખે છે. 33 વર્ષથી ધારાસભ્ય રહેલા બીજેપીના ઉમેદવારે દાવો કર્યો કે, તેઓએ હંમેશા પૂરા દિલથી લોકોનું કામ કર્યું છે. હું પૂરતી ઈમાનદારીથી ચૂંટણી લડીશ. યોગેશ પટેલને જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને લઈને સવાલ કરવામાં આવ્યા તો તેમણે કહ્યું કે, બસ 8 ડિસેમ્બરે પરિણામની રાહ જુઓ.
જો બાઈડેન પર વિચાર કરો :
પોતાની વધુ ઉંમર વિશે બીજેપી ઉમેદવારે કહ્યું કે, 20 વર્ષની ઉંમરમાં કેટલાય લોકો એવા છે જે ઘરમાં રહીને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યાં છે. મારા મતે એ ઉંમર વધવી છે. હવે જો બાઈડેન પર વિચાર કરો. તેઓ 80 વર્ષની ઉંમરમાં આખા અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી ઉંમર કોઈ મહત્વની રહેતી નથી. તેઓએ એમ પણ કહ્યું કે, જીવનના દરેક ભાગમાં સમય પર મર્યાદા મૂકવાથી તેઓ આટલી લાંબા સમય સુધી ચાલતા રહ્યાં છે.
આ પણ વાંચો :-
- રાજનીતિમાં ફરી ગરમાવો ! ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરીને પ્રચારમાં જોડાયા
- અમરેલીમાં જેવી કાકડિયાનો થયો વિરોધ, સભા અધૂરી છોડીને ભાગવુ પડયું