ગળામાં ચોકલેટ ફસાઈ જતાં બાળકનું તડપીને થયું દર્દનાક મોત, જાણી લો બચવાના આ ઉપાય

Share this story

A child died of suffocation after chocolate

  • તેલંગાણાના વારંગલમાં ગળામાં ચોકલેટ ફસાઇ જતાં 8 વર્ષના બાળકનું દર્દનાક મોત થયું છે. તમારા બાળક સાથે પણ આવી ઘટના ન થાય તેન માટે તમારે કેટલાક ઉપાય તાત્કાલિક જાણવાની જરૂર છે. આ ઉપાય આજે અમે તમને જણાવીશું.

બાળકોને ચોકલેટ અથવા ચોકલેટ ફ્લેવરવાળી ટોફી (Chocolate flavored toffee) ખાવી ખૂબ ગમે છે. પરંતુ આ ચોકલેટ (Chocolate) એ એક માતા પિતા પાસેથી તેમના ઘરનો કુળ દિપક છીનવી લીધો. બાળકે જેવી ચોકલેટ ખાધી, તે તેના ગળામાં ફસાઈ ગઈ અને શ્વાસ રૂંધવાથી (suffocation) તેનું દર્દનાક મોત થયું. આ ઘટના બાદ પરિવારમાં હાહાકાર મચી ગયો છે અને માતા પિતા રડી રડીને વિલાપ કરી રહ્યા છે. એવામાં આ જાણવું જરૂરી છે કે આવી ઘટના સર્જાતા આપણે શું કરવું જોઇએ. જેનાથી બાળકનો જીવને કોઇ નુકસાન ન થાય.

તેલંગાણાના વારંગલ જિલ્લામાં સર્જાઈ ઘટના :

 આ દુખદ ઘટના તેલંગાણા (Telangana) ના શહેર વારંગલ (Warangal) માં થઇ. રાજસ્થાન નજીક લગભગ 20 વર્ષ વારંગલ જઇને વસેલા કંઘન સિંહ ત્યાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની અને 4 બાળકો હતા.

તે વિદેશ યાત્રા માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યાં પરત ફર્યા બાદ કંઘન સિંહે પોતાના બાળક માટે ચોકલેટ ખરીદી હતી અને તેને આપી હતી. સેકન્ડ ક્લાસમાં અભ્યાસ કરતો પુત્ર સંદીપ સિંહ (8 વર્ષ) એ સ્કૂલમાં તે ચોકલેટ ખાધી તો તે તેના ગળામાં ફસાઇ ગઇ.

ગળામાં ચોકલેટ ફસાઈ જવાથી બાળકનું મોત :

તેના લીધે તેને શ્વાસ (Choke Throat) લેવામાં સમસ્યા થવા લાગી અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેને તડપતાં જોઇ સાથે અભ્યાસ કરનાર બાળક ડરી ગયા. ક્લાસ ટીચરે જ્યારે બાળકની સ્થિતિ જોઇ તો તાત્કાલિક સ્કૂલ મેનેજમેન્ટને અવગત કર્યા. ત્યારબાદ બાળકને નજીકના સરકારી MGH હોસ્પિટલમાં લઇ જવાયો.

ત્યાં પહોંચે તે પહેલાં બાળક બેભાન થઇ ગયો હતો અને તેના શ્વાસ પણ બંધ થઇ ગયા હતા. ડોક્ટરોએ બાળકને બચાવવાનો પુરતો પ્રયત્ન કર્યો પરંતુ તેનું દુખદ મોત થઇ ગયું. આ ઘટનાથી બાળકના પરિવાર સાથે જ સ્કૂલમાં માતમ છવાઇ ગયો.

કેમ થાય છે ગળું ચોક થવાની ઘટનાઓ?

ગળામાં ખાવાની અને શ્વાસ લેવાની નળી એક જ હોય છે. એટલા માટે કોઇપણ વસ્તુને ચાવી ચાવીને ખાવાની સલાહ આપવામાં આવે છે. જેથી તે ગળા (Causes of choke throat) માં ફસાય ન જાય. ચોકલેટ, ટોફી, ચ્યુંગમ અથવા એવી ઘણી ચિકણી વસ્તુને ખાતા અને તેને ચાવવી મુશ્કેલ હોય છે. એવામાં તે ગળામાં ફસાવવી અને ગળુ ચોક થવાનો ખતરો વધી જાય છે. એવામાં શરીરને મળનાર ઓક્સિજનની સપ્લાય અટકી જાય છે અને પીડિતનું થોડીવારમાં જ મોત થઇ જાય છે.

જો બાળકને ગૂંગળામણ થાય છે તો?

જો કોઇપણ વસ્તુ મોંઢામાં નાખવાથી બાળકનું ગળુ ચોક થઈ જાય તો તમે તાત્કાલિક તેનું મોઢું ખોલાવો. જો તમે ગળામાં ફસાયેલી વસ્તુને સ્પષ્ટ દેખાઈ રહી છે તો મોંઢામાં આંગળી નાખીને તેને નિકાળવાનો પ્રયત્ન કરો. પરંતુ ગળામાં ફસાયેલી વસ્તુ દેખાઇ રહી નથી તો આવી ભૂલ કરશો નહી. નહીતર વસ્તુ વધુ ફસાઈ જશે.

આ પણ વાંચો :-