રેલવેના મુસાફરો માટે સારા સમાચાર, ઈમરજન્સીમાં ટિકિટ ન હોય તેવા કિસ્સામાં આ સુવિધા મળશે

Share this story

Good news for railway passengers

  • Indian Railway New Rules : ટ્રેનમાં પ્રવાસ કરતા સમયે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ પ્રવાસીને ટ્રેનમાં પ્રવાસ માટે કન્ફર્મ ટિકિટ નથી મળી શકતી. તો ઘણીવાર ઈમર્જન્સી હોય તેવા સમયે તમને ટ્રેનમાં જ ટિકિટની સિવિધા મળી જશે આવો સમજીએ કઈ રીતે.

ટિકિટ કન્ફર્મ (Ticket Confirmation) ન હોય તેવા કિસ્સામાં ટ્રેનમાં મુસાફરી (Travel) કરવાથી દંડ થઈ શકે છે. ઘણી વખત TTE મુસાફરને સ્થળ પર ટિકિટ આપી દે છે. જો કે ક્યારેક ઈમરજન્સીમાં (Emergency) ક્યાંક જવું પડે તેમ હોય અને કન્ફર્મ ટિકિટ ન હોય તેવા કિસ્સામાં મુસાફરો સામે આ મુશ્કેલી હોય છે. પણ હવે રેલવે વિભાગે આ તકલીફનો ઉકેલ આપ્યો છે.

હવે તમે તે દંડ અથવા ટિકિટના પૈસા કાર્ડ દ્વારા ચૂકવી શકો છો. પેમેન્ટમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવેએ પોતાની ઈલેક્ટ્રોનિક સર્વિસ એટલે કે POSને 4જી સર્વિસ સાથે જોડી દીધી છે.

ટ્રેનની ટિકિટ ન મળે તો પણ તમે મુસાફરી કરી શકો :

રેલવેના નિયમ મુજબ જો તમારી પાસે રિઝર્વેશન ન હોય અને તમારે ક્યાંક ટ્રેનમાં જવાનું હોય તો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકો છો. જો કે ટ્રેનમાં ચઢ્યા પછી તમારે તમારી ટિકિટ માટે તરત જ ટિકિટ ચેકિંગ કર્મચારીને મળવું પડશે. આ સેવા ફક્ત કટોકટી દરમિયાન જ ઉપલબ્ધ છે. પરિવાર કે સમૂહમાં આ રીતે યાત્રા નહીં કરી શકો.

TTE આપશે ટિકિટ :

તમે ટિકિટ ચેકર પર જઈને સરળતાથી ટિકિટ લઈ શકો છો. આ નિયમ ભારતીય રેલવે નિયમો દ્વારા બનાવવામાં આવ્યો છે. આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટિકિટ ચેકર એટલે કે TTEનો તાત્કાલિક સંપર્ક કરવો પડશે. ત્યારબાદ TTE તમને જ્યાં જવાનું છે તે સ્થળની ટિકિટ આપશે.

હવે TTE પાસે 4G POS મશીન રહેશે :

રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર અધિકારીઓ પાસે પોઈન્ટ ઓફ સેલિંગ (POS) મશીનમાં 2જી સિમ લગાવેલા હોય છે, જેના કારણે ઘણી વખત દૂરના વિસ્તારોમાં ઈન્ટરનેટ નેટવર્કની સમસ્યા થાય છે. પરંતુ હવે તમારે નેટવર્કને કારણે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ મશીનો માટે રેલવે 4જી સિમની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. જેથી તમે સરળતાથી ચૂકવણી કરી શકશો. ટ્રેનની ટિકિટ માટે તમે કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકશો.

રેલવેએ આ નવું પગલું ભર્યું છે. હવે તમે ટ્રેનનું ભાડું અથવા તો રોકડની જગ્યાએ તમારા ડેબિટ કાર્ડથી દંડ ભરી શકો છો. એટલે કે હવે જો તમારી પાસે ટ્રેનની ટિકિટ ન હોય તો તમે ટિકિટ લઈ શકો છો અથવા ટ્રેનમાં ચડ્યા બાદ કાર્ડથી દંડ ભરી શકો છો.

આ પણ વાંચો :-