This one figure is troubling BJP
- ગુજરાતમાં પ્રથમ તબકકાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. નિર્ણયની ઘડી પણ નજીક આવી ગઈ છે. ચૂંટણીમાં જીત માટે રણનીતિઓ અને તૈયારીઓની સમીક્ષા માટે થઈ રહેલી ભાજપની આંતરિક બેઠકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય પણ બનેલો છે.
ગુજરાતમાં (Gujarat) પ્રથમ તબકકાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. નિર્ણયની ઘડી પણ નજીક આવી ગઈ છે. ચૂંટણીમાં (Election) જીત માટે રણનીતિઓ અને તૈયારીઓની સમીક્ષા માટે થઈ રહેલી ભાજપની આંતરિક બેઠકોમાં નોટા (NOTA) મતોને કઈ રીતે ઓછા કરવા એ ચર્ચાનો વિષય બનેલો છે. કારણ કે ગત ચૂંટણી એટલે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લગભગ 115 બેઠકો પર નોટાના મત ત્રીજા સ્થાને હતા.
શું કહે છે 2017ની ચૂંટણીના NOTA ના આંકડા :
વર્ષ 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીના આંકડા જોઈએ તો ગુજરાત રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 115 પર NOTA ત્રીજા નંબરે હતા. ગુજરાતના લગભગ 3 કરોડ મતદારોમાંથી લગભગ 5.51 લાખ એટલે કે 1.84 ટકા મતદારોએ નોટાની પસંદગી કરી હતી. ગુજરાતમાં નોટાનો કુલ વોટશેર ભાજપ (49.05 ટકા), કોંગ્રેસ (41.44 ટકા) જ્યારે ત્રીજા નંબર પર સૌથી વધુ નોટા (1.84 ટકા) હતો. ગત ચૂંટણીમાં કુલ 794 અપક્ષોમાંથી ફક્ત 3 જ ચૂંટણી જીતી શક્યા હતા. આ એકમાત્ર સમૂહ હતો જેણે નોટાથી વધુ વોટશેર મેળવ્યો હતો.
અત્રે જણાવવાનું કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ 89 બેઠકો માટે યોજાશે. જ્યારે બાકીની 93 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે યોજાશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે. એટલે કે ગુજરાતમાં કઈ પાર્ટી સત્તા પર બિરાજમાન થશે તે તો હવે 8મી ડિસેમ્બરે જ ખબર પડશે.
પણ એ વાત નક્કી છે કે NOTA એ દરેક પાર્ટીની અકળામણ વધારેલી છે. આ વર્ષે 4.9 કરોડથી વધુ મતદારો મતદાન કરવાના છે. ગુજરાતમાં 51 હજારથી વધુ મતદાન કેન્દ્રો બનવાના છે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો :-