હાર્દિક પટેલને લઈ વિરમગામમાં નવાજૂનીના એંધાણ ! PAAS નેતાની ખુલ્લી ચિમકીથી ગુજરાતમાં વિવાદ વકર્યો

Share this story

Navajuni’s fire in Viramgam about Hardik Patel

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સંગઠનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. PASSના સભ્ય નિલેશ એરવાડિયાએ કહ્યું કે, PAASની નવી ટીમની રચના કરવામાં આવશે, અમારી નવી સમિતિ નવી સરકાર સાથે વાતચીત કરશે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચૂંટણી નજીક છે. આ વખતે હાર્દિક પટેલ (Hardik Patel), અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓ આંદોલન છોડી રાજકારણમાં આવી ગયા છે. ત્યારે પાટીદારોના આ સંગઠનના પાછલી હરોળના કાર્યકરોએ ફરીથી તેને સક્રિય કર્યું છે. આ અંગે  PASSના સભ્ય નિલેશ એરવાડિયાનું (Nilesh Airwadia) મોટું નિવેદન સામે આવ્યું છે.

ભાજપ સિવાયના પક્ષોને અમારું સમર્થન : નિલેશ એરવાડિયા

તેઓએ જણાવ્યું કે અમે ભાજપ સિવાય તમામ પક્ષોને અમારો ટેકો જાહેર કરીએ છીએ, જેઓ ચૂંટણી લડી રહ્યા છે તેઓ હવે પાસમાં નથી. અમે એવા લોકો ભેગાં થયા છીએ જેઓ રાજનીતિમાં નથી પરંતુ સમાજકારણમાં ચોક્કસ છીએ. હવે PASSમાં કોઈ નવો ચહેરો નહીં હોય.

પોતાની પડતર માગોને લઈ PAAS ફરી થશે સક્રિય :

નિલેશ એરવાડિયાએ કહ્યું કે અમે હવે નવેસરથી અમારું સંગઠનનું માળખું બનાવીને તેને સક્રિય કરીશું. PAASની નવી ટીમની રચના કરવામાં આવશે. અમારી નવી સમિતિ નવી સરકાર સાથે વાતચીત કરશે. નવી સરકાર માંગો નહીં સ્વીકારે તો ફરી આંદોલન થશે. OBCમાં સમાવવાની અમારી મુખ્ય માંગ છે. આ ઉપરાંત આંદોલન સમયના કેસો પરત ખેંચવા અને મૃતકના પરિવારને નોકરી આપવી એ અમારી માંગ છે.

PASS હાર્દિક પટેલનો કરશે વિરોધ :

હાર્દિક પટેલ પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે હાર્દિક પટેલે OBCની મુખ્ય માંગ અવગણી સમાજને ગુમરાહ કર્યો છે. હાર્દિક પટેલ સમાજને ગુમરાહ કરી ભાજપમાં જોડાયો છે. અમે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. હાર્દિક મોજ કરી રહ્યો છે. હાર્દિકે કરોડોની સંપત્તિ બનાવી લીધી છે.

EWS હાર્દિકે નહીં પણ લાખો યુવાનોના લીધે મળ્યું છે. આગામી સમયમાં PAASના કાર્યકર્તાઓ વિરમગામ જઈ હાર્દિકનો વિરોધ કરશે. ભાજપ સિવાયની પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડતા PAASના તમામ સભ્યોને અમારું સમર્થન છે. ભાજપે પાટીદાર સમાજ સાથે અન્યાય કર્યો હોવાથી અમે તેનું સમર્થન કરતા નથી.

આ પણ વાંચો :-