Kiara Advani said
- કિયારા અડવાણીએ રવિવારે એક શોર્ટ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે તેમણે જાણકારી આપી છે કે તેઓ ટૂંક સમયમાં એક નવી જાહેરાત કરવાની છે. આ અંગે તેમના પ્રશંસકો આશા સેવી રહ્યાં છે કે આ તેમનો લગ્ન સાથે જોડાયેલો મામલો છે.
ફિલ્મ અભિનેત્રી (Film actress) કિયારા અડવાણીએ (Kiara advani) સોશિયલ મીડિયામાં એક નવી જાણકારી આપી છે. જેને પગલે પ્રશંસકો સિદ્ધાર્થ મલ્હોત્રાની (Siddharth Malhotra) સાથે તેમના લગ્નની અટકળો લગાવી રહ્યાં છે. કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સ્માઈલ કરી રહી છે. તેને શરમ આવી રહી છે. કેમેરાની સામે તેમનો અંદાજ અલગ જોવા મળી રહ્યો છે. તો તેમના વાળ હવામાં ઉડી રહ્યાં છે.
હું આ રહસ્યને હવે વધુ સમય નહીં રાખી શકુ : કિયારા અડવાણી
કિયારા અડવાણીએ વ્હાઈટ કલરના કપડા પહેર્યા છે. તેમણે ક્લિપ શેર કરીને લખ્યું છે, હું આ રહસ્યને હવે વધુ સમય સુધી રાખી શકુ તેમ નથી. આ સાથે તેમણે લખ્યું છે, 2 ડિસેમ્બરે તૈયાર રહો. ટૂંક સમયમાં જાહેરાત કરીશ. જેના પર તેમના એક પ્રશંસકે પ્રતિક્રિયા આપતા લખ્યું છે. શું તે પ્રી-વેડીંગ શૂટ છે.
https://www.instagram.com/reel/CldTbygg8F1/?utm_source=ig_embed&ig_rid=f26830b2-4357-4493-8e77-d5c39160108d
શું તમે લગ્ન કરી રહ્યાં છો. જ્યારે બીજા ચાહકે લખ્યું છે, મને લાગે છે કે આ લગ્નની જાહેરાત છે. તો ત્રીજાએ લખ્યું છે, કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરી શકે છે. તો એક જણાએ લખ્યું છે તમારા અને સિદ્ધાર્થના લગ્ન. આ તો આખા દેશને ખબર છે. કોઈ બીજુ સિક્રેટ હોય તો જણાવો.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજા સાથે વાતચીત કરે છે :
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજા વિશે અવાર-નવાર વાતચીત કરે છે. બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધને જાહેર કર્યો નથી. પરંતુ બંનેને ઘણી જગ્યાએ એકસાથે જોઈ શકાય છે. કિયારા અડવાણી વારંવાર સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે સમય વિતાવતા દેખાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને 2023માં લગ્ન કરી શકે છે.
આ પણ વાંચો :-