Beware of girlfriends with social media, they will take off their clothes on video calls and then
- સેક્સટોર્શન ઘણા લોકો માટે નવો શબ્દ હોઈ શકે છે, પરંતુ તે ઈન્ટરનેટની દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તાજેતરમાં જ પૂણેમાં બે યુવકોએ સેક્સટોર્શનનાં લીધે આત્મહત્યા કરી.
સેક્સટોર્શન (Sextortion) ઘણા લોકો માટે નવો શબ્દ હોઈ શકે છે. પરંતુ તે ઈન્ટરનેટની (Internet) દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેના પ્રભાવ હેઠળ આવતા મોટાભાગના લોકો આ બાબતને કોઈપણ રીતે દબાવવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ કૌભાંડીઓ (Scam) માટે આ એક નવું ખુલ્લું મેદાન છે. જ્યાં તેઓ લોકોને ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે.
જો તમે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છો અથવા WhatsApp જેવી ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરો છો, તો તમે સેક્સટોર્શનનો શિકાર બની શકો છો. આ શબ્દ બે શબ્દોથી બનેલો છે. જેમાં એક છે સેક્સ અને બીજો છે ખંડણી જેનો અર્થ છે જબરજસ્તી ખંડણી વસૂવ કરવી. ત્યારે આવો સૌ પ્રથમ આ રમત શું છે તેને સમજીએ અને તે કેવી રીતે કામ કરે છે.
સેક્સટોર્શન કેવી રીતે થાય છે?
એવું નથી કે સેક્સટોર્શન કોઈ એક પ્લેટફોર્મ પૂરતું મર્યાદિત છે. આ ગુનો અનેક રીતે આચરવામાં આવી રહ્યો છે. જો કે તેમનો હેતુ સ્પષ્ટ છે કે વપરાશકર્તાઓ પાસેથી પૈસા પડાવવાનો. આ માટે ગુનેગારો સામાન્ય લોકોને મિત્રતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. આ પ્રયાસ ગમે તે રીતે થઈ શકે છે.
તાજેતરમાં જ આવા જ એક મામલામાં મોટો ખુલાસો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં પુણેમાં બે યુવકોએ આત્મહત્યા કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે બંને કેસ સેક્સટોર્શનના છે. પોલીસ તપાસમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એક પછી એક ચોંકાવનારા સત્યો સામે આવી રહ્યા છે. રાજસ્થાનનું એક આખું ગામ સેક્સટોર્શનના કામ કરે છે તેવું જાણવા મળ્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવી મિત્રતા :
ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી રહે છે. વધતા ફોલોઅર્સ અને મિત્રો કોને પસંદ નથી. આવી સ્થિતિમાં કોઈ તમારી સાથે ખૂબ જ પ્રેમ ભાવથી વાતચીત કરે અને તમે બંને ટૂંક સમયમાં મિત્ર બની જાઓ છો અને તે વ્યક્તિ જે થોડા દિવસો પહેલા સુધી તમારા માટે અજાણ હતી. હવે તે તમારા સૌથી ખાસ મિત્રોમાંથી એક બની ગયો છે.
મિત્રતાના જાળમાં ફસાવી પૈસા પડાવે છે :
પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ મિત્ર તમારા વાસ્તવિક જીવનમાં નથી આવતો, પરંતુ ફક્ત વર્ચ્યુઅલ દુનિયામાં જ તમારા સંપર્કમાં રહે છે. ત્યારે આ મિત્રતા તમને ભારે પડી શકે છે. કારણ કે છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારી પાસેથી પૈસા પડાવવા માટે તમારી આજુબાજુ મિત્રતાનું જાળ બનાવે છે. કદાચ તેઓ તમને વીડિયો કોલ પર આવવા કહે અને તમારો વાંધાજનક વીડિયો પણ બનાવી શકે છે.
કેટલાક કિસ્સાઓમાં તેઓ વપરાશકર્તાઓને તમને એની મિત્રતાના જાળમાં ફસાવે છે અને તેમની પાસેથી ખાનગી ફોટા માંગે છે. તે જ સમયે એવા કેટલાક કિસ્સાઓ છે જેમાં આ સમગ્ર કૌભાંડ પાછળનો વ્યક્તિ હેકર છે, જે તમારા ફોનમાંથી ખાનગી ફોટા અને વીડિયો ચોરી શકે છે. આના અન્ય ઘણા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. જેમાં વીડિયો કોલ કૌભાંડ ખૂબ જ સામાન્ય છે.
આ પણ વાંચો :-