Be warned if someone stands
- લૂંટારોઓ થયા બેફામ અમદાવાદના આનંદનગરમાં વિદ્યાર્થી પાસેથી મોબાઈલ, વોચ અને સોનાની ચેઇન લૂંટીને શખ્સો ફરાર.
રાજ્યમાં દિન પ્રતિદિન લૂંટની (Robbery) ઘટના વધતી હોય તેવું જણાઈ રહ્યું છે. પોલીસના કડક વલણ અને સતત પેટ્રોલીંગ (Patrolling) હોવા છતા લૂંટની ઘટના સામે આવી રહી છે. અમદાવાદના (Ahmedabad) આનંદનગરમાં વિદ્યાર્થી પાસે લૂંટ થઈ છે. વિદ્યાર્થી (student) ત્રણ શખ્સોએ ધારદાર હથિયાર બતાવીને લૂંટ ચલાવી છે.
મોબાઈલ, વોચ અને સોનાની ચેઈન લૂંટીને શખ્સો ફરાર થયાં છે. વિદ્યાર્થીને રસ્તો પૂછવાના બહાને ઉભો રાખ્યો હતો અને ત્યારે બાદ તેને લૂંટી લેવામાં આવ્યો હતો. જે ઘટના સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.
3 શખ્સોએ લૂંટ ચલાવી :
અમદાવાદના આનંદનગરમાં પાસે વિદ્યાર્થી લૂંટાયો છે. ધારદાર હથિયાર બતાવીને 3 શખ્સો લૂંટ ચલાવી હતી. જે વિદ્યાર્થી પાસે મોબાઈલ, વોચ તેમજ સોનાની ચેઈનની લૂંટી લીધી હતી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો :-