વોટિંગ પહેલા AAPને આવ્યું અણધાર્યું ધર્મસંકટ, ગોપાલ ઈટાલિયાનો નવો વીડિયો લાવ્યું ભાજપ, થઈ શકે મોટો વિવાદ

Share this story

Before voting, AAP faced an unexpected

  • આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો એક નવો વીડિયો ભાજપે જારી કરીને તેમની પર સ્વામિનારાયણ સંપ્રદાયના અપમાનનો આરોપ લગાવ્યો છે.

ગુજરાતમાં (Gujarat) પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી (આપ)ને ઘેરવા માટે ‘વીડિયો દાવ‘ ખેલ્યો છે. ભાજપે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો (Gopal Italiya) નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમના પર ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ (Swaminarayan) અને અનુયાયીઓનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.  આ પહેલા પણ ભાજપે ઈટાલિયાના અનેક વીડિયો (Video) શેર કર્યા હતા. જેને આપે જૂના ગણાવ્યા હતા.

ભાજપ નેતા અમિત માલવિયાએ વીડિયો શેર કર્યો  :

આ વીડિયો શેર કરતા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું, “આપના પ્રદેશ અધ્યક્ષ અને કેજરીવાલના નજીકના સાથી ગોપાલ ઇટાલિયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનું અપમાન કર્યું હતું અને તેમની શ્રદ્ધાને મૂર્ખતાપૂર્ણ ગણાવી હતી. વિશ્વભરના કરોડો હિન્દુઓ ભગવાન સ્વામિનારાયણની પરંપરાને અનુસરે છે. વીડિયોમાં ઇટાલિયા એક ખાસ સંપ્રદાયના ખાવા-પીવા પર ગુજરાતીમાં કોમેન્ટ કરતા જોવા મળી રહી છે.

ભાજપે ઈટાલિયાના કેટલાક વીડિયો શેર કરી ચૂક્યો છે  :

આ પહેલા ભાજપે ગોપાલ ઈટાલિયાના કેટલાક વીડિયો શેર કર્યા હતા. એક વીડિયોમાં ગોપાલ ઈટાલિયાએ પીએમ મોદીની માતા વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. જ્યારે અન્ય એક વીડિયોમાં તેમને મંદિરો અને વાર્તાઓને શોષણનો અડ્ડો કહેતા સાંભળી શકાય છે. ઈટાલિયાના આ વીડિયોએ થોડા સમય માટે પાર્ટીને અસહજ બનાવી દીધી હતી. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે જ્યારે ઈટાલિયા આપમાં ન હતા ત્યારે આ વીડિયો જૂના છે.

આ પણ વાંચો :-