The outbreak of this disease
- અમદાવાદ શહેરમાં છેલ્લા 2 મહિનામાં 250 વધુ કેસ ઓરી-અછબડાના નોંધાય, આરોગ્ય વિભાગ હરકતમાં આવી બાળકોને રસી આપવાની કામગીરી શરુ કરી.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં ઓરી-અછબડાના (Measles) કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 2 મહિનામાં 250 જેટલા કેસ સામે આવ્યાં છે. સતત કેસમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગ (Department of Health) પણ હરકતમાં આવ્યો છે. ઓરી અછબડાના કેસા સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને રસી આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે. શહેરના દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, રામોલ, બહેરામપુરા, દરિયાપુર, સંકલિતનગર, વેજલપુર, સરખેજ કેસ નોંધાયા છે.
કોને થાય છે?
ઓરી-અછબડા વાયરલ ચેપી રોગ છે છે જે બાળકોને વધુ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર છ માસથી આઠ વર્ષના બાળકોમાં વધુ થતા હોય છે. અને આ બીમારમાં જો દર્દીની ઉંમર વધુ હોય તો તેને આ રોગની પીડા પણ વધુ થતી હોય છે. આ એવો રોગ છે જે એક વખત થયા પછી બીજી વખત થતો નથી.
ઓરી-અછબડાના લક્ષણો :
ઓરી-અછબડામાં શરૂઆતમાં તાવ આવે છે જે અમુકને ન પણ આવે તેમજ નોર્મલ શરદી જેવું રહે છે. શરીર પર સફેદ નાના મોતી જેવા ઉપસેલા ફોલ્લા દેખાય છે જે શરીરના દરેક અંગ પર થતા હોય છે ચહેરા પર પણ ખરા. જે બીમારી દરમિયાન સામાન્યથી ભારે તાવ પણ આવી શકે છે તેમજ નબળાઈ અનુભવાય છે. તેમજ બે-ત્રણ દિવસ પછી એ ફોલ્લા થોડા મોટા થાય છે. જે ઉંમર પ્રમાણે મોટા હોય છે વધુ ઉંમરનાને મોટા થાય છે. જ્યાં સામાન્ય ખુજલી પણ આવે છે.
આ પણ વાંચો :-