વંદે ભારત ટ્રેનનો પાંચમો અકસ્માત નડ્યો, પશુની ટક્કરથી આગળનો ભાગ ચૂરચૂર થઈ ગયો

Share this story

Vande Bharat train’s fifth accident

  • થોડા સમય પહેલા જ પીએમ મોદી દ્વારા લીલીઝંડી બતાવીને દોડતી કરાયેલી વંદે ભારત ટ્રેન સતત અકસ્માતોનો સામનો કરી રહી છે. ત્યારે હવે પાંચ અકસ્માત થઈ ગયા છે.

પીએમ મોદી (PM Modi) દ્વારા હોંશભેર શરૂ કરાયેલી વંદે ભારત (Vande India) ટ્રેનને ગ્રહણ લાગ્યું છે. વંદે ભારત ટ્રેનના અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. હવે પાંચમીવાર વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. વાપી (Vapi) અને સંજાણની વચ્ચે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનની વચ્ચે પશુ આવી જતા મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ પાસે થોભાવી હતી. જેથી ટ્રેન થોડી વાર રોકી દેવાઈ હતી. જેના બાદ સામાન્ય મરામત કરીને ટ્રેન રવાના કરાઈ હતી.

વંદે ભારત ટ્રેનને આ પહેલા ચાર અકસ્માત નડ્યા હતા. જ્યારે હવે તેમાં વધુ એક ઉમેરો થયો છે. આ સાથે હવે વંદે ભારત ટ્રેનના અકસ્માતના બનાવો 5 થયા છે. દરેક વખતે વંદે ભારત ટ્રેનને પશુઓ અડફેટે આવ્યા છે. જે બતાવે છે કે ગુજરાતમાં રખડતા ઢોર કેટલા બેકાબૂ બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ જ મહિનામાં 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું.

તો તેના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ આણંદ પાસે ગાય અથડાતા વંદે ભારત ટ્રેનને અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે. તો ત્રીજા અકસ્માતમાં વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન થયું હતું.

આ પણ વાંચો :-