2 ડિસેમ્બર 2022, રાશિફળ :  સાંઈ બાબા આ 7 રાશિના લોકો પર વરસાવશે હંમેશા કૃપા – ધંધામાં મળશે સફળતા

Share this story

2 December 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતણા જણાય. ભાગ્ય સારૂ છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિયાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતીનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યના આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થીમિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોર્ટ ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભૂતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે  સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ
વાણીને કારણે આવક વધ તી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકૂળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમિયાન મિશ્રફળ અ‌નુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના ભાઇ-બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા-વાગવાથી અગ્‍નીથી સાચવવું. તમામ બાબતોમાં જીવનસાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્તોત્ર વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના ભાઇ-બહેનને વાઇરાલ ઇન્ફેક્શનથી સાચવવું. દેવું કરવાથી દૂર રહેવું. પૈસા ફસાઇ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જૂના ગુરૂ-શિક્ષકોને મળવા યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આધ્યાત્મિક પ્રગતી થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-