પંજાબના સંગરુરમાં CM આવાસ બહાર મજૂરોનો હલ્લાબોલ, પોલીસે કર્યો લાઠીચાર્જ, જાણો શું છે વિરોધ

Share this story

Hull of laborers outside CM’s residence

  • જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન પહેલાં પટિયાલા બાયપાસ પર ભેગાં થયાં અને ત્યારબાદ સીએમ આવાસની તરફ કૂચ કરી. પીએમનાં આવાસ બહાર પહેલેથી જ મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવાયેલ હતું.

પંજાબનાં (Punjab) સંગરૂરમાં મુખ્યમંત્રી ભગવંત માનનાં (Chief Minister Bhagwant Mana) આવાસની સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર પોલિસે લાઠીચાર્જ (Police baton charge) કર્યો છે. આ મજૂરો બુધવારે પોતાની માંગને લઇને સંગરૂરમાં મુખ્યમંત્રી ભગવંત માનનાં આવાસની સામે પહોંચ્યાં હતાં જ્યાં પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ હતી. ત્યાર બાદ મજૂરો પર લાઠીચાર્જ (baton charge) કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મજૂરોનાં ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી આવી છે.

પોલીસે કર્યો લાઠીચાર્જ  :

જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન સૌથી પહેલા પટિયાલા બાયપાસ પાસે ભેગાં થયાં હતાં. અને ત્યારબાદ સીએમનાં આવાસ તરફ કૂચ કરી જ્યાં પહેલાથી પોલીસફોર્સ હાજર હતી.

સમગ્ર પંજાબમાંથી આવેલા મજૂરો જ્યારે સીએમનાં ઘરની તરફ આગળ વધવા લાગ્યાં તો પોલીસે તેમને રોકવાનાં પ્રયત્નો કર્યા જેના કારણે ધક્કામુકીની સ્થિત સર્જાતાં પોલીસે લાઠીચાર્જ કરી જેમાં કેટલાક મજૂરો ઘાયલ થયાં છે.

પોલીસે કર્યો લાઠીચાર્જ : 

જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન સૌથી પહેલા પટિયાલા બાયપાસ પાસે ભેગાં થયાં હતાં. અને ત્યારબાદ સીએમનાં આવાસ તરફ કૂચ કરી જ્યાં પહેલાથી પોલીસફોર્સ હાજર હતી. સમગ્ર પંજાબમાંથી આવેલા મજૂરો જ્યારે સીએમનાં ઘરની તરફ આગળ વધવા લાગ્યાં તો પોલીસે તેમને રોકવાનાં પ્રયત્નો કર્યા જેના કારણે ધક્કામુકીની સ્થિત સર્જાતાં પોલીસે લાઠીચાર્જ કરી જેમાં કેટલાક મજૂરો ઘાયલ થયાં છે.

રસ્તાઓ ખોલાવવા કર્યો લાઠીચાર્જ :

માહિતી અનુસાર ખેડૂતો અને મજૂરોએ રસ્તા પર ટ્રકો લગાવ્યાં હતાં. પછી પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ તો રસ્તા ખોલાવવા અને ટ્રક હટાવવા માટે પોલીસએ લાઠીચાર્જ કર્યું. કેટલાક ખેડૂતો અને મજૂરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. રિપોર્ટસ અનુસાર પોલીસે કહ્યું છે કે તેમની પાસે લાઠીચાર્જ કર્યાં સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો. પોલીસે કહ્યું કે મજૂરો જે રીતે હાઇ વેને જામ કરીને બેઠાં હતાં તેને ખોલાવવું ઘણું જરૂરી હતું. તે ન માન્યા તેથી લાઠીચાર્જ કરવું પડયું.

આ પણ વાંચો :-