Election brand ambassador Kirtidan Gadhvi
- ડાયરા ગજવતા કિર્તીદાનને મત આપ્યા વગર જ પરત જવુ પડયું. માન્ય દસ્તાવેજ વગર મતદાન કરવા પહોંચેલા કિર્તીદાન મત ન આપી શક્યા. ડિજીટલ દસ્તાવેજ લઈને આવ્યા હોવાથી ચૂંટણી અધિકારીએ પાછા મોકલ્યા.
ડાયરાની દેશવિદેશ ફેમસ થયેલા ગાયક કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhavi) ભારે ઉત્સાહ સાથે મતદાન આપવા પહોંચ્યા હતા. પરંતું તેઓને લગભગ પોણો કલાક રાહ જોવી પડી હતી. માન્ય પુરાવા વગર વોટ કરવા જતાં કીર્તિદાન અટવાયા હતા.
જેથી તેમને વોટ કરવા દેવાયા ન હતા. આખરે તેઓએ ઝેરોક્ષ (Xerox) પર સહી કરીને પુરાવો આપતા તેને માન્ય ગણાયા હતા અને તેમને અંતે વોટ કરવા મળ્યો હતો. કીર્તિદાન ગઢવી ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે ખુદ તેઓ જ ચૂંટણીના નિયમો ભૂલી ગયા હતા અને ડિજીટલ ડોક્યુમેન્ટ્સના (Digital documents) આધારે વોટ આપવા પહોંચ્યા હતા.
ચૂંટણીમાં મતદાનના નિયમો હોય છે. જરૂરી પુરાવાના આધારે જ વ્યક્તિને મતાધિકારનો ઉપયોગ કરવા મળે છે. પરંતુ ફેમસ લોકગાયક કીર્તિદાન ગઢવી પુરાવાની હાર્ડ કોપી લીધા વગર ડિજીટલ કોપીના આધારે વોટ કરવા પહોંચ્યા હતા. તેઓ રાજકોટમાં માધાપુર તાલુકા શાળામાં મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓએ મતદાર ઓફિસરે મોબાઈલમાં ડોક્યુમેન્ટ બતાવ્યા હતા.
ત્યારે અધિકારીએ કીર્તિદાનને કહ્યું કે આધાર કાર્ડ લઈને આવો. કીર્તિદાન આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ વગર વોટ કરવા પહોંચ્યા હતા. ડાયરા ગજવતા કીર્તિદાન ગઢવી પોતે ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં મતદાનના નિયમોથી અજાણ જોવા મળ્યાં. કીર્તિદાન જરૂરી ડોક્યુમેન્ટ વગર જ મતદાન કરવા પહોંચ્યા હતા.
જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી ચૂંટણી પ્રચાર બ્રાન્ડ એમ્બેસેડર જ મતદાન કરવામાં અટવાયા હતા. જેને કારણે તેઓ લગભગ પોણો કલાક સુધી મતદાન કરી શક્યા ન હતા. તેના બાદ તેઓએ ઝેરોક્ષ કોપી પર સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જેના બાદ તેમને મતદાન કરવા મળ્યુ હતું.
મતદાન કરતા અટકાવતાં ગુજરાતના આ ફેમસ લોકગાયકે ડિજિટલ ઈન્ડિયા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ હકીકત તો એ છે કે ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં પણ તેઓે ચૂંટણીના નિયમોથી અજાણ હતા. તેમજ એવુ તો નથી કે આ કીર્તિદાન ગઢવીના જીવનનું પહેલુ મતદાન છે. જેથી તેઓને નિયમોની ખબર નહિ હોય.
છતાં તેઓ પુરાવા વગર મતદાન આપવા પહોંચ્યા હતા અને ચૂંટણીના નિયમો પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે કે ચૂંટણી પંચ દ્વારા વારંવાર મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમો ચલાવાતા હોય છે.
આ પણ વાંચો :-
- ચૂંટણીમાં ઓછું મતદાન ભાજપ શાસન સામેની હતાશાનું કારણ કહી શકાય
- UPI પેમેન્ટ, Paytm અને Digital Rupeeમાં શું ફર્ક ? જાણી લો સમગ્ર વિગત અને ફટાફટ દૂર કરો આ મૂંઝવણ